હાલમાં એક એવાં સમાચાર સામે આવી રહ્યાં છે કે, જેને જાણીને તમને ખુબ આશ્વર્ય થશે. મેક્સિકોની રાજધાની ન્યૂ મેક્સિકોમાં ખોદકામ વખતે માણસની ખોપડીઓનો એક વિશાળ ઢગ મળી આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, આ ખોપડીઓ અંદાજે 500 વર્ષ જૂની એજ્ટેક સામ્રાજ્યના સમયની છે.
સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે, એજ્ટેક સામ્રાજ્યમાં એક વિશાળ ટાવરના નિર્માણ માટે આ લોકોની બલિ આપવામાં આવી હતી. આ સંશોધન પર ખુબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિશ્વનાં કેટલાંક પ્રખ્યાત પુરાતત્વવિદો તેને જોવા માટે મેક્સિકો પહોંચી રહ્યા છે. આ ટાવરની શોધ મેક્સિકો સિટીમાં એક ઉત્ખનન પરિયોજના વખતે કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં પુરાતત્વવિદોએ માનવ બલિનો શિકાર થયેલા કુલ 119 લોકોના અવશેષોને શોધ્યા છે. આ ટાવર એજ્ટેક સામ્રાજ્યની જૂની રાજધાનીમાં મળી આવ્યો છે. આ ટાવરમાં જે લોકોના અવશેષ મળી આવ્યા છે એમાં બાળકો, પુરુષો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે.
પુરાતત્વવિદ રાઉલ બર્રરાના જણાવ્યા પ્રમાણે, ‘અમે એ નહીં કહી શકીએ કે, તેમાં કેટલા લોકો યોદ્ધા હતા પરંતુ કદાચ થોડા લોકોને બલિ આપવા માટે બંદી બનાવવામાં આવ્યા હતા. એ લોકોને દેવતાઓના ઉપહારના રૂપે મારવામાં આવ્યા હતા.
કોઈ બેરલની જેમ દેખાતો આ ઢાંચો મેક્સિકો શહેરનું પ્રખ્યાત મ્યુઝિયમ તેમજ તાત્કાલિન સામ્રાજ્યનું મંદિર ટેમ્પો મેયરની પાસે બનેલો મળ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હાલનું મેક્સિકો શહેર જૂના જમાનામાં એજ્ટેક સામ્રાજ્યની રાજધાની હતું. એ સમયે આ શહેર તેનોચ્તિલાનના નામથી ઓળખાતું હતું.
જ્યાં ખોપડીઓનો આ ટાવર મળ્યો છે, તેની પાસે પહેલા પણ મોટી માત્રામાં માનવ શરીરના પ્રાચીન અવશેષ મળી ચૂક્યા છે. પુરાતત્વવિદોને પહેલા પણ એવા કેટલાંક ટાવર મળી આવ્યાં છે, જે અંદાજે સન 1486 થી લઈને સન 1502 ની વચ્ચે બનાવવામાં આવ્યા હતા.
ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે, સન 1521 માં સ્પેનિશ રાજા હર્નન કોર્ટેસે જ્યારે આ શહેર પર હુમલો કર્યો હતો, તો તેણે કેટલીક ઇમારતો બનાવી હતી. આ ઇમારતમાં પકડાયેલ સૈનિકોનાં શબને ચણાવી દેવામાં આવ્યા હતા. આ જ યોદ્ધાઓ તથા યુદ્ધબંદીઓના શરીરના અવશેષ છે કે, જે ટાવરમાં માણસની ખોપડીઓના રૂપે મળી આવ્યા છે. તેનો વ્યાસ અંદાજે 5 મીટર છે.