કળયુગી દીકરાએ લજ્વ્યું માતાનું ધાવણ: સંપત્તિ મેળવવાં માટે કરી નાંખી વૃદ્ધ માતાપિતાની નિર્મમ હત્યા

Published on: 7:55 pm, Fri, 26 February 21

હાલમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. સંપત્તિની લાલચમાં એક યુવક એટલો તો અંધ થઈ ગયો હતો કે, તેણે પોતાના માતાપિતાની હત્યા કરી નાખી હતી. માતાના ધાવણનું ઋણ ચુકવવાને બદલે કળયુગી દીકરાએ માતાને જ યમલોક પહોંચાડી દીધા હતાં.

નાનપણમાં જેનો હાથ પકડીને મોટો થયો હતો તે જ પિતાના માથાને ડંડો મારીને ફોડી નાખ્યું હતું. લોહીથી લથપથ બનેલ માતાપિતાને આ નારાધમ જોતો રહ્યો પણ એકવખત પણ તેમને હૉસ્પિટલમાં લઈ જવાનો વિચાર ન કર્યો. માતાપિતાની હત્યા કર્યાં પછી નરાધમ પુત્ર ભાગી ગયો છે. પોલીસ હાલમાં તેની શોધખોળ કરી રહી છે.

આ ઘટના ઉત્તરપ્રદેશમાં આવેલ કોતવાલી દેહાત ક્ષેત્રના દુલ્હાપુર હનુમંતનગર ગામમાંથી સામે આવી છે. અહીં વસ્તી અંદાજે 2,000 છે. મંગળવારનાં રોજ 3 વાગ્યે માયારામ તથા તેમની પત્નીની હત્યા કર્યાં પછી ગામમાં આક્રોશનો માહોલ છવાઈ ગયો છે.

ગામલોકોના મોઢે દંપતીના હત્યારા સોહન માટે ખરાબ વેણ નીકળી રહ્યા છે. માયારામ તથા તેમની પત્ની મુન્ની-દેવી ખેતી કામ કરીને ગુજરાન ચલાવી રહ્યાં હતા. માયારામને બે દીકરા હતાં. જેમાંથી સોહન જલંધર રહેતો હતો તેમજ કામ કરતો હતો. જો કે, લોકડાઉનને લીધે તે ગામમાં આવીને રહેવા લાગ્યો હતો.

આની સાથે જ માતાપિતા તથા ભાઈની સાથે સોહનને જરા પણ બનતું ન હતું. જેથી તેણે ગામમાં બીજું ઘર બનાવ્યું હતું. માયારામના નામે ગામમાં 3 વિઘા જમીન હતી. જેમાંથી સોહન પોતાનો ભાગ માંગી રહ્યો હતો. સોહનનો નાનોભાઈ રામમૂર્તિ તેની સાસરીમાં રહેતો હતો. સોહન સતત જમીનની માંગણી કરી રહ્યો હતો પણ માયારામ પોતે જીવે ત્યાં સુધી જમીન સોહનના નામે કરવા માંગતા ન હતા. રામમૂર્તિ પણ સોહનને જમીન આપવામાં આવે તેવું ઈચ્છતો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle