મરઘાની લડાઈના ચક્કરમાં થયો આડેધડ ગોળીઓનો વરસાદ, 19 લોકોના મોત- જાણો ક્યાં બની દર્દનાક ઘટના

પશ્ચિમી મેક્સિકો(Mexico)ના મિચોઆકન(Michoacan) રાજ્યમાં મરઘાની લડાઈ(Poultry fight) દરમિયાન 19 લોકો માર્યા ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. મરઘાની લડાઈની  ગેરકાયદેસર…

પશ્ચિમી મેક્સિકો(Mexico)ના મિચોઆકન(Michoacan) રાજ્યમાં મરઘાની લડાઈ(Poultry fight) દરમિયાન 19 લોકો માર્યા ગયા હતા. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ હતી. મરઘાની લડાઈની  ગેરકાયદેસર સ્પર્ધા દરમિયાન, કેટલાક બંદૂકધારીઓએ ગોળીઓ વરસાવી અને કેટલાય લોકોને મોતને ભેટ ઉતારી દીધા. આ હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે રવિવારે રાત્રે બનેલી આ ઘટના ગેંગ વોર(Gang War)ના ચક્કરમાં અંજામ આપવામાં આવ્યો હતો.

ગેંગ વોર હુમલો:
આ વિસ્તારમાં ઘણી ગુનાહિત ગેંગ સક્રિય છે, જેઓ દરરોજ ગેંગના અન્ય સભ્યો પર હુમલો કરે છે. છેલ્લા કેટલાક મહિનામાં, મેક્સિકોમાં આવી ઘટનાઓમાં વધારો થયો છે જ્યારે બંદૂકધારીઓએ પાર્ક, બાર અને ક્લબ પર હુમલો કરીને બદલો લીધો હતો. આ દરમિયાન અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

મિચોઆકન પબ્લિક સિક્યોરિટી ઓફિસરના જણાવ્યા અનુસાર, હિંસામાં સામેલ આરોપીઓને પકડવા માટે જગ્યાએ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મિચોઆકન અને તેના પડોશી રાજ્ય ગુઆનાજુઆટો મેક્સિકોમાં 2 સૌથી હિંસક રાજ્યો છે. ડ્રગની દાણચોરી અને ચોરેલા ઇંધણના વેચાણ જેવી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અહીં થાય છે. આમાં સામેલ ગેંગ વચ્ચે ગેંગ વોરના બનાવો અવારનવાર સામે આવે છે.

રાષ્ટ્રપતિએ પોલીસને આપ્યું સમર્થન:
આ ઘટના પછી પ્રમુખ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે ગુનાહિત જૂથો પ્રત્યેની તેમની સરકારની નીતિઓનો બચાવ કર્યો છે, જેમાં તેમણે ડ્રગ કાર્ટેલ્સ પર નજર રાખીને હિંસા પાછળના મૂળ કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *