દેશમાં ચાલી રહેલા કરો નાના શહેરો વચ્ચે ગૃહ મંત્રાલય રાજ્યો અને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “એવો રિપોર્ટ આવ્યો છે કે, નિઝામુદ્દીન મરકજ ના કાર્યક્રમમાં તબલીગી જમાતના લોકો સાથે સાથે કેટલાક રોહિંગ્યા મુસલમાન પણ સામેલ થયા હતા.”
રાજ્યોના ચીફ સેક્રેટરી, ડીજીપી અને દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે, એવો રિપોર્ટ આવ્યો છે કે રોહિંગ્યા મુસલમાન નો તબલીગ જમાત ના ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. એવી સંભાવના છે કે તેઓ કોરોના સંક્રમિત હોઈ શકે છે. હૈદરાબાદના કેમ્પમાં રહેવાવાળા રોહિંગ્યા હરિયાણાના મેવાત માં આયોજિત તબલીગ જમાત ના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેઓ નિઝામુદ્દીન મરકજમાં પણ ગયા હતા.
ગૃહ મંત્રાલય પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે, આબેહુબ એવી રીતે જ દિલ્હીના શ્રમવિહાર અને શાહીનબાગમાં રહેવાવાળા રોહીંગ્યા પણ તબલીગ જમાત ના કાર્યક્રમમાં ગયા હતા. જેઓ પોતાના કેમ્પ માં પરત ફર્યા નથી.
MHA asks states to screen Rohingya refugees for Covid-19 as many of them attended Nizamuddin markaz: Officials
— Press Trust of India (@PTI_News) April 17, 2020
મંત્રાલય કહ્યું કે આ સિવાય તબલીગ જમાત ના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ રોહિંગ્યા મુસલમાનોની ઉપસ્થિતિ પંજાબ ના ડેરાબસ્સી અને જમ્મુમાં હોવાની વાત આવી છે. આ માટે રોહિંગ્યા મુસલમાન અને તેના સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રીનીંગ જરૂરી છે. રાજ્યોને આ દિશામાં જરૂરી પગલાં જલદીમાં જલદી ઉઠાવવા જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર દેશમાં લગભગ ૪૦ હજાર રોહિંગ્યાઓ દિલ્હી જમ્મુ અને હૈદરાબાદ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં રહે છે. ગયા મહિને જમ્મુમાં રહેવાવાળા આઠ રોહિંગ્યા મુસલમાનોને નિઝામુદ્દીન સ્થિત મરકજમાં સામેલ થઈને પરત ફર્યા બાદ તેઓને કોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝના પ્રમુખ મૌલાના સાદ ના નજીકના ચાર લોકો પર કાનૂની સકંજો લગાવવામાં આવ્યો છે. પોલીસે આ તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે ત્રણ મોલાના સહિત ચાર લોકો એ ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યાર બાદ દિલ્હીના નિઝામુદ્દીન મગજમાં ગયા પરંતુ બીમારી ફેલાયા બાદ પણ તેઓએ પોલીસથી આ વાત છુપાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news