કોઈપણ પ્રસિદ્ધ અભિનેતા કે વ્યક્તિઓએ ઉપયોગ કરેલ તમામ વસ્તુઓની પૈસા માટે બોલી લગતી હોય છે. જેમ, કે વિરાટ કોહલી એ મેચમાં હાથમાં લીધેલ બેટને ખરીદવાં માટે લાખો કે કરોડો રૂપિયા આપવામાં આવતાં હોય છે . હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
બાસ્કેટબોલનાં મહાન ખેલાડી માઈકલ જોર્ડને મેચમાં પહેરેલ શૂઝ કુલ 6,15,000 હજાર ડોલર એટલે કે કુલ 4 કરોડને 60 લાખ રૂપિયામાં વેચાયા છે. ક્રિસ્ટી ઓક્શને ગુરુવારનાં રોજ આ વાતની જાણ આપી હતી. થોડા મહિના પહેલાં જ આ બાસ્કેટબોલ સ્ટારનાં શૂઝ રેકોર્ડ કિંમતે વેચાયા હતાં.
આ સ્નીકર્સ એર જોર્ડન 1નાં છે, જે NBA મેગાસ્ટારે વર્ષ 1985ની એક મેચમાં પહેર્યા હતાં. આ મેચ ઈટાલીમાં રમવામાં આવી હતી. આ મેચમાં જોર્ડને બાસ્કેટબોલને એટલી જોરથી પટક્યો હતો કે બેકબોર્ડનો કાચ પણ તૂટી ગયો હતો.
ક્રિસ્ટીમાં હેન્ડ બેગ તથા સ્નીકર્સ સેલ્સનાં હેડ કેટલિન ડોનોવને જણાવતાં કહ્યું, કે આ અસલી શુઝ છે તથા આની સાથે જ શૂઝમાં બેડબોર્ડનાં કાચનો અસલી ટૂકડો પણ છે. જોર્ડને 13.5ની સાઈઝનાં શૂઝ પહેરીને કુલ 30 પોઈન્ટ બનાવ્યા હતાં.
લાલ તેમજ કાળા રંગનાં આ શૂઝ શિકાગો બુલ્સની એમની ટીમનાં જ છે. મે મહિનામાં એર જોર્ડન 1નાં શૂઝ અંદાજે કુલ 5,60,000 માં વેચાયા હતાં. જો, કે નવાં ઓક્શનમાં ઉમ્મીદથી ઘણી ઓછી કિંમતે શૂઝનું વેચાણ થયું હતું. આયોજકોને એવી આશા હતી, કે એમાં કુલ 6,50,000 થી લઈને કુલ 8,50,000 ડોલર સુધીની રકમ મળશે. પરંતુ આયોજકોની બધી જ આશા પણ પાણી ફરી વળ્યું હતું. અંદાજિત કિંમત કરતાં પણ ઓછી કિંમતે આ શૂઝનું વેચાણ કરવાની જરૂર પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews