આજના સમયમાં પૈસા વિના જીવન જીવવું ખુબ અઘરું અથવા તો અશક્ય છે એમ પણ કહી શકાય. હાલમાં અમે આપની માટે એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેનાથી આપને ખુબ ખુબ આનંદ થશે. તમામ લોકો એવું ઇચ્છતા હોય છે કે, તેઓ તેમની આવકનો થોડો ભાગ જમા કરે અથવા તો રોકાણ કરે.
એમાં પણ ખાસ બાબત એ છે કે, હવે બજારમાં રોકાણ કરવાની કેટલીક રીતો આવી ગઇ છે કે, જેથી તમે ઓછામાં ઓછાં રૂપિયા જો તમે ઇચ્છો તો રોકાણ કરી શકો છો. તમે ફક્ત 100 રૂપિયામાં જ રોકાણ કરો તો તમે એવું પણ કરી શકો છો.
તમે દર મહિને અંદાજે 100 રૂપિયાની પણ બચત કરીને રોકાણ કરી શકો છો તથા તેનું રિટર્ન પણ ખુબ સારું એવું મળી રહે છે. તમે માઇક્રો-SIPની મદદ લઈ શકો છો. તમે માઇક્રો SIP કરાવી શકો છો તથા એનાં દ્વારા તમે 100 રૂપિયાથી રોકાણ કરી શકો છો.
આપને જણાવી દઈએ કે, ફક્ત 100 રૂપિયાનું નાનું એવું રોકાણ પણ તમને ખુબ લાંબા સમયે લાખો રૂપિયા આપી શકે છે. આ નવી પ્રકારની માઇક્રો-SIP એ રોકાણની એક નવી પદ્ધતિ છે કે, જે માત્ર મ્યુચ્યુઅલ ફંડ જ છે ત્યારે અહીં જાણીશું કે, આખરે આવી પરિસ્થિતિમાં, તમે કેવી રીતે રોકાણ કરી શકો?
કેટલો ફાયદો થઇ શકે?
જો તમે દર મહિને 100 રૂપિયાની SIP કરો છો, તો એક જ વર્ષમાં તમે 1,200 રૂપિયા જમા કરશે. તેને જોતા આવનાર 20 વર્ષમાં આ રકમ 24,000 રૂપિયા સુધીની થઈ જશે. હવે જો તમે દર વર્ષે આ રકમ પર 12% સુધીના રિટર્નને માનો છો તો આ રકમ 98,925 રૂપિયા થઇ જશે. આવાં કિસ્સામાં, 30 વર્ષ બાદ તે લગભગ 3.5 લાખ રૂપિયા હશે. એ જ સમયે, જો તમે 50 વર્ષમાં તેને જોશો તો તે 39 લાખ રૂપિયા હશે.
જ્યાં તમે તમારી અનુકૂળતા પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં સાપ્તાહિક અથવા તો માસિક અંતરાલમાં ચોક્કસ રકમનું રોકાણ આપમેળે કરી શકો છો. તે એક ઓરડી જેવું છે. માઇક્રો SIP એવા લોકો માટે છે કે, જેમની પાસે રોકાણ માટે મોટી રકમ નથી. તેઓ ખુબ ઓછી આવકના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, તે વિદ્યાર્થીઓ તથા બાળકો પોકેટ મની પ્રાપ્ત કરે છે તો તેમની માટે પણ આ એક ખુબ સરસ યોજના છે.
500 રૂપિયાથી પણ શરૂ થઈ શકે :
SIP મારફતે તમને થોડાક જ વર્ષોમાં ખુબ સારું વળતર મળી શકે છે. આની માટે, તમે મહિનામાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આનંદ રાઠી વેલ્થ મેનેજર્સના ડેપ્યુટી CEO ફિરોઝ અઝીઝના કહેવા મુજબ, જો તમે દર મહિને 1000 રૂપિયા રોકાણ કરો છો, તો તમે 20 વર્ષમાં 20 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
જો કોઈ સતત 20 વર્ષ સુધી SIP દ્વારા દર મહિને ફક્ત 1,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 20 વર્ષમાં, તમે 20 લાખ રૂપિયા સુધીનું કોર્પસ જમા કરી શકો છો. આની સાથે જો તમે આ રોકાણ આગામી 30 વર્ષ માટે કરો છો તો 30 વર્ષ બાદ તમને અંદાજે 50 લાખ રૂપિયા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle