અમદાવાદમાં આધેડે બીમાર પત્નીની મદદે આવેલી મહિલાને બનાવી હવસનો શિકાર, પહેલા નિવસ્ત્ર કરી અને પછી…

સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જે રહ્યો છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા…

સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થતો જે રહ્યો છે ત્યારે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા થવ પામ્યા છે. આવી જ અન્ય એક ઘટના વિશે જોઈએ તો રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ઘરના મોભીએ પોતાની પત્નીની બીમારીને લીધે એક મહિલાને મદદ માટે વિનંતી કરી હતી.

બીમાર પત્નીની મદદ કરવા માટે આવેલ મહિલાને એકલી સૂતી જોઈને ઘરનો મોભી તેની બાજુમાં જઈને સૂઈ ગયો હતો. મહિલાએ વિરોધ કરતાં તેને ધમકી આપીને નિર્વસ્ત્ર કરી નાખી હતી. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ બીજા દિવસે ત્યાંથી ફરાર થઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં રામોલ પોલીસ દ્વારા આરોપીની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

છૂટાછેડા પછી યુવતીને ગુજરાન ચલાવવું કાઠું હતું :
મળી રહેલ જાણકારી મુજબ, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી નેહા (નામ બદલવામાં આવ્યું છે) પતિએ છૂટાછેડા આપ્યા પછી ૨ બાળકોની સાથે જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહી હતી. આ દરમિયાન તેને નવા જીવનની આશા બતાવવા માટે પરિચિતે એક દંપતીની સાથે મુલાકાત કરવી હતી. નેહાને ૨ બાળકોની સાથે કોઈ આધાર આપે તો તેના જીવનમાં રાહત મળી જાય તેમ હતું.

આ સમયે રામોલ વિસ્તારમાં રહેતાં આ દંપતીએ નેહાને જણાવ્યું હતું કે, અમારા પડોશમાં એક યુવક રહે છે, જેની સાથે તારા લગ્ન કરવી આપું. આ તમામ વાત ચાલી રહી હતી ત્યારે લગ્નની વાત કરનાર મહિલાની તબિયત લથડતા તેણે નેહાને જણાવ્યું હતું કે, તું મને થોડા દિવસ માટે ઘરકામમાં મદદ કરીશ. જેને કારણે નેહાએ હા પાડી તથા તેની નાની દીકરીને લઈને તેમના ઘરે રહેવા માટે ગઈ હતી. આખો દિવસ નેહા તથા તેની દીકરી આ દંપતીના ઘરમાં ઘરકામ કરતાં તેમજ મદદ કરતાં હતાં.

મહિલાને નિર્વસ્ત્ર કરીને ધમકી આપી :
નેહા થાકીને ઘરના ખૂણામાં સૂઈ રહેતી હતી. આ દરમિયાન ઘરનો મોભી બીમાર પત્ની સૂઈ જતાં નેહા જે રૂમમાં હતી ત્યાં પહોંચી ગયો હતો તેમજ નેહાની બાજુમાં સૂઈ ગયો હતો. નેહા ગભરાઇને ત્યાંથી ઊઠીને બહાર જવા માટે પ્રયત્ન કર્યો તો ઘરના મોભીએ તેનાં કપડાં કાઢીને નિવસ્ત્ર કરી નાખી હતી.

 નેહાને ધમકી આપી હતી કે, જો તું કોઈને કઈ કહીશ તો તારી દીકરીની સાથે પણ આવા પ્રકારે હું કરીશ. જે સાંભળીને નેહા ગભરાઈ ગઈ હતી તેમજ આરોપીએ પોતાની વાસના સંતોષતો રહ્યો હતો. ત્યારબાદ નેહા ત્યાંથી પોતાની દીકરીને લઈને નીકળી ગઈ હતી. આ અંગે નેહાએ ફરિયાદ નોંધાવી છે, જે અંગે રામોલ પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટેનાં પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *