તામિલનાડુ(Tamil Nadu)ના નીલગીરી જિલ્લાના કુન્નુર(Coonoor) માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ(Army helicopter crashes) થયું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત(Bipin Rawat) સહિત સેનાના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જો કે, હજુ સુધી સેના તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
View this post on Instagram
આ ઘટનામાં કુલ 11 અધિકારીઓ શહીદ થયા છે. મળતી માહિતી અનુસાર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.
હેલિકોપ્ટરમાં સવાર 9 લોકોના નામ સામે આવ્યા છે:
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા જેમાંથી 9 લોકોના નામ સામે આવ્યા છે. હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સિવાય ઘણા વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. અકસ્માત બાદ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને હાલ લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.
હેલિકોપ્ટમાં સવાર લોકોનું લિસ્ટ
જનરલ બિપિન રાવત, મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિદ્દર, લે.ક.હરજિંદર સિંહ, નાયક ગુરુસેવક સિંહ, નાયક.જીતેન્દ્ર કુમાર,લાન્સ નાયક વિવેક કુમાર, લાન્સ નાયક બી.સાઈ તેજા, હવાલદાર સતપાલ
એરફોર્સે તપાસના આદેશ આપ્યા છે:
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું કે, ‘ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂર પાસે ક્રેશ થયું, જેમાં CDS જનરલ બિપિન રાવત સવાર હતા. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા:
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને તેમાં એક વરિષ્ઠ અધિકારી શામેલ હતા. દુર્ઘટના બાદ ત્રણ લોકોને બચાવી લેવાયા છે અને હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. હાલમાં લોકોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે, જો કે હજુ સુધી સેના દ્વારા એ માહિતી આપવામાં આવી નથી કે કયા લોકોને બચાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.