શેર બજારમાં રોકાણની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર પકડાયો- જાણો શું હતી મોડસ ઓપરેન્ડી

સાયબરક્રાઇમએ શેરબજારમાં ઈન્વેસ્ટ કરવાના નામે છેતરપીંડી કરતા આરોપી ને ઝડપી પાડ્યો છે. ૪ર૦, ૪૬૫ તથા આઇ.ટી.એક્ટ કલમ- ૬૬(ડી) મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. જે ગુન્હામાં સંડોવાયેલ ઇસમ અવિનાશ ગૃપ્તા જેનો મોબાઇલ નંબર ૭૬૨૩૦૩૦૯૧૧, ૮૯૮૦ર૫૭૭૯૮ છે. ગઇ તા.૦૫/૧ર/ર૦૧૯ થી તા.૧૩/૦૫/ર૦ર૦ દરમ્યાન આ કામના ફરીયાદીશ્રી ગોકુલકુમાર ધીરૂભાઇ રાજાણી નાઓને ફોરેક્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દિવસના પ થી ૬ ટકાનો નફો થતો હોવાની લોભામણી, લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇ ઇન્વેસ્ટ કરવાનું જણાવતા ફરીયાદીશ્રીએ કુલ્લે રૂ.૬,૯૫,૦૦૦/- બેંક ઓફ બરોડાના શ્રી એન્ટરપ્રાઇઝનામાં જમા કરાવેલ છે. ત્યારબાદ ફરીયાદીશ્રીના એકાઉન્ટમાં જે રૂપીયા કેડીટ બતાવતા હતા તે વિડ્ડોઅએલ કરવા માટે અલગ અલગ ચાર્જ જણાવી બેંક ઓફ બરોડાના શ્રી એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં રૂ.૪,૧૫,૦૦૦/- જમા કરાવેલ હતા.

તેમજ અવિનાશ ગૃપ્તાએ ફરીયાદીશ્રીનો વિશ્વાસ સંપાદિત કરવા સારૂ તેઓના નામનું બોગસ આધારકાર્ડ મોકલ્યું તથા એપ્લીકેશનમાં ખોટા આઇડી બનાવી તેમાં ખોટી ખોટી એન્ટ્રીઓ બતાવી ફરીયાદીશ્રી પાસેથી રૂ.૧૧,૧૦,૦૦૦/- ની માતબર રકમ ગેરકાયદેસર રીતે પડાવી લઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હતો.  સદર ગુન્હો શોધી કાઢવા અધિક પોલીસ કમિશ્નરશ્રી, ટ્રાફીક અને કાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી, કાઇમ બ્રાન્ચ નાઓએ આપેલ સુચના મુજબ મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, સાયબર કાઇમ તથા પો.ઇન્સ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર કાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી હાલ ગોંડલ ખાતે હોવાનું જણાવ્યું હતું.

જે આધારે સાયબર કાઇમ પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી જે.બી.આહીર તથા એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ તખતસિંહ તથા અ.પો.કો. યોગેશ ચંદુભાઇ તથા લોકરક્ષક મહેન્દ્રસિંહ અભેસિંહ તથા લોકરક્ષક નાજભાઇ જેઠુરભાઇ નાઓને આરોપીની તપાસમાં ગોંડલ ખાતે મોકલતા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને આઇડેન્ટીફાઇ કરી આરોપી નામે- વસીમ સુલતાન તૈલી (ઉ.વ.ર૧ ધંધો-બેકાર રહે.ફ્લેટ નં.૩૦૧, રયાન પેલેસ, રૂબી ટાવર પાસે, વરીયાળી બજાર, સૈયદપુરા, સુરત મુળ રહે.સુમરા સોસાયટી, હાજી હનીફના ઘરે, સહારા પેલેસની ગલીમાં, રામનગર, ગોંડલ, જી.રાજકોટ) નાને પકડી પાડેલ છે.

સદર આરોપીની પુછ પરછ કરતા તેણે ખા કામના ફરીયાદીશ્રીને મો.નં. ૭૬ર૩૦૩૦૯૧૧, ૮૯૮૦૨૫૭૭૯૮ ઉપરથી ફોન કરી અવિનાશ ગૃપ્તા તરીકેની ખોટી ઓળખાણ આપી ફોરેક્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી દિવસના પ થી ૬ ટકાનો નફો થતો હોવાની લોભામણી, લલચામણી વાતો કરી વિશ્વાસમાં લઇ તેઓ પાસેથી રૂ.૧૧,૧૦,૦૦૦/- શ્રી એન્ટરપ્રાઇઝના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં જમા કરાવેલ હોવાની હકીકત જણાવેલ હોય તેની આ ગુન્હામાં સંડોવણી જણાતા આજ રોજ તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ અટક કરેલ છે. આગળની વધુ તપાસ શ્રીમતી એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર કાઇમ પોલીસ સ્ટેશન. સુરત શહેર નાઓ કરી રહેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *