સુરત(surat): કાપડ વેપારીની દુકાનમાં નોકરી કરતા તેના જ સંબંધી યુવાને વેપારીની પત્ની ઉપર સતત ચાર વર્ષ સુધી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી મોબાઇલમાં પાડેલા અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી ખંડણી તરીકે સાત લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ સરથાણા પોલીસ મથકે નોંધાતા તેની ધરપકડ કરી હતી.
નાગજી લાંગડિયા(ઉ.વ. 30) દુકાનમાં નોકરીએ લાગ્યો હતો. સંબંધી હોવાની સાથે પતિની દુકાનમાં જ નોકરી કરતો હોઇ ઘરે પણ આવતો હતો. માર્ચ -૧૮ માં આ પરિણીતા ઘરે એકલી હતી ત્યારે ઘરે આવી ચઢેલા સતીષે બળાત્કાર ગુજારી મોબાઇલમાં ફોટો અને વિડીયો શૂટ કરી લીધા હતા. સાત લાખ રૂપિયા ચોરીને આપ્યા હતા.
જોકે, ઘરમાંથી રૂપિયા ચોરી થતાં હોવાની શંકા પતિને જતાં તેણે પત્નીની પૂછપરછ કરતાં પત્નીએ તેની દુકાનમાં નોકરી કરતા સતીષ લાંગડિયાને આપ્યા હોવાનું જણાવ્યું હતું. તે સાથે જ તેના દ્વારા થતાં બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની વાત પણ જણાવતાં પતિ ચોંકી ગયો હતો. નોકરને કાઢી મૂકવાની સાથે આ દંપતી સરથાણા પોલીસ મથકે પહોંચ્યું હતું અને તેની વિરુદ્ધ બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને ખંડણીની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં સબ ઇન્સ્પેક્ટર આર.એસ. જાધવે વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાં રહેતા કાપડના વેપારી કાપડનો હોલસેલનો ધંધો કરે છે. તેમને ત્યાં છેલ્લાં ચાર વર્ષથી તેમના મામાનો જમાઇ સતીષ આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ચાર વર્ષથી બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરતાં નોકરે બ્લેકમેઇલ કરી ઘરમાંથી નાણાં પણ ચોરી કરાવતો હતો. પતિ જે રૂપિયા ઘરમાં મૂકી જતો તેમાંથી થોડા થોડા કરી ચાર વર્ષના સમયગાળામાં પાંચથી સાત લાખ રૂપિયા ચોરીને આપ્યા હતા.
જોકે, ઘરમાંથી રૂપિયા ચોરી થતાં હોવાની શંકા પતિને જતાં તેણે પત્નીની પૂછપરછ કરતાં પત્નીએ તેની દુકાનમાં નોકરી કરતા સતીષ લાંગડિયાને આપ્યા હોવાનું જણાવ્યું હતું. તે સાથે જ તેના દ્વારા થતાં બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની વાત પણ જણાવતાં પતિ ચોંકી ગયો હતો. નોકરને કાઢી મૂકવાની સાથે આ દંપતી સરથાણા પોલીસ મથકે પહોંચ્યું હતું અને તેની વિરુદ્ધ બળાત્કાર , સૃષ્ટિ વિરુદ્ધના મૃત્ય અને ખંડણીની કલમ અંતર્ગત ફરિયાદ નોંધાવતાં સબ ઇન્સ્પેક્ટર આર.એસ. જાધવે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.