જુઓ કોણ છે ઇન્સ્ટાગ્રામ ક્વીન? લાઈફ સ્ટાઇલ જોઇને આંખો પહોળી થઇ જશે

સિંગાપોર (Singapore)ની 46 વર્ષની જેમી ચુઆ(Jamie Chua) સોશિયલ મીડિયા(Social media) પર તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ(Luxury lifestyle) માટે ખુબ જ જાણીતી છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ(Instagram) પર પોતાની…

સિંગાપોર (Singapore)ની 46 વર્ષની જેમી ચુઆ(Jamie Chua) સોશિયલ મીડિયા(Social media) પર તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ(Luxury lifestyle) માટે ખુબ જ જાણીતી છે. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ(Instagram) પર પોતાની સમૃદ્ધિ બતાવતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર, જેમી ચુઆ ક્યારેક તેના મોંઘા જૂતા-સેન્ડલનું ઉત્તમ કલેક્શન બતાવે છે તો ક્યારેક તેની લક્ઝરી બેગ અને બ્યુટી આઈટમ્સની ઝલક આપે છે. લોકો તેને ‘ઇન્સ્ટાગ્રામ ક્વીન’ (Instagram Queen)ના નામથી પણ બોલાવે છે.

કેટલાક લોકો એવું પણ કહે છે કે જેમી ચુઆ પાસે વિશ્વમાં સૌથી મોટું હર્મિસ બેગનું કલેક્શન છે અને તેણે આ મામલે કિમ કાર્દાશિયન અને વિક્ટોરિયા બેકહામને પણ પાછળ છોડી દીધા છે. એક અહેવાલ મુજબ, તેની પાસે 300 જોડી જૂતા છે, જેમાં સૌથી મોંઘા શૂઝ (સ્ટિલેટો શૂઝ)ની કિંમત સાડા ત્રણ લાખ રૂપિયાથી પણ વધારે છે.

સિંગાપોરની સોશ્યલાઈટ જેમીની પાસે સેંકડો લક્ઝરી હેન્ડ બેગ છે, પરંતુ તેની પાસે એક ખૂબ જ કિંમતી હીરા જડેલી હર્મિસ બેગ પણ છે. જેની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ છે. જેમીના બ્યુટી આઈટમના કલેકશનમાં Diorના ફેસ ઓઈલનો પણ સમાવેશ થાય છે, જેની કિંમત લગભગ રૂ. 18,000 છે.

સોશિયલાઈટ જેમી ચુઆ પાસે એક શાનદાર આલમારી પણ છે, જેને બનાવવા માટે તેણે ઘણા પૈસા ખર્ચ્યા છે. 65 ચો.મી.માં ફેલાયેલા આ અલમારીમાં 200 થી વધુ હર્મિસ બેગ, 300 જોડી શૂઝ અને હીરાના મોંઘા દાગીનાના ઘણા સંગ્રહ છે. તેમની પાસે હજારો ડોલરની કિંમતના સેંકડો ડિઝાઇનર ડ્રેસ, જેકેટ્સ, ગાઉન પણ છે. આ ઉપરાંત જેમીની પાસે સોનાનો એમ્બ્રોઇડરી ડ્રેસ છે જેની કિંમત 20 લાખ રૂપિયા છે અને તેનું વજન 30 કિલો છે.

જેમી ચુઆ કોણ છે?:
જેમી ચુઆ, જે હાલ બે બાળકોની માતા છે. જેમી ઇન્ડોનેશિયાના અબજોપતિ ઉદ્યોગપતિ નુર્ડિયન કુઆકાની ભૂતપૂર્વ પત્ની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એર હોસ્ટેસ તરીકે કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે જ સમયે TikTok પર 2.5 લાખ ફોલોઅર્સ અને YouTube પર 50 હજારથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. જેમી એક સોશિયલ મીડિયા પ્રભાવક અને ઉદ્યોગસાહસિક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *