દિલ્હી (Delhi) ના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. Directorate of Enforcement (ED) સોમવારે કોલકાતા સ્થિત કંપની સાથે સંબંધિત હવાલા વ્યવહારોના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં EDએ નિવેદન આપ્યું હતું કે, દિલ્લી સરકારના મંત્રી અને AAP નેતા સત્યૈન્દ્ર જૈન અને તેના સંબંધીના ઘરે ગઈકાલે પડેલા દરોડામાં 2.80 કરોડની રોકડ અને 133 સોનાના સિક્કા મળી આવ્યા છે. પરંતુ હકીકત તો એ છે કે, ED જે સંબંધીની વાત કરી રહી છે તેનો સત્યૈન્દ્ર જૈન સાથે કોઈ સંબંધ નથી.
ખરેખરમાં તો સત્યેન્દ્ર જૈનના ઘરેથી માત્ર 2.80 લાખ મળ્યા છે. આ વાત EDના રીપોર્ટમાં ચોખ્ખા શબ્દોમાં લખેલી છે. ઈડીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) નજીકનાઓ ને ત્યાંથી રોકડ રકમ અને સોનું મળી આવ્યું છે પરંતુ ઇડી ના સ્ટેટમેન્ટમાં ગઇકાલના સર્ચ ઓપરેશનમાં સત્યેન્દ્ર જૈન ના ઘરેથી કશું મળ્યું હોવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.. હાલમાં સોશિયલ મીડિયામાં વિરોધી પક્ષો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સત્યેન્દ્ર જૈન ના ઘરેથી આ રકમ મળી આવી છે પરંતુ આ બાબતે ઇડી એ પણ કોઈ નિવેદન નિવેદન આપ્યું નથી.
AAP નેતાની 30 મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, 31 મેના રોજ, ટ્રાયલ કોર્ટે સત્યેન્દ્ર જૈનને 9 જૂન સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો. જ્યારે EDના દરોડા અંગે AAPનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે ‘આ માત્ર રાજકીય દ્વેષના કારણે પરિવારને હેરાન-પરેશાન કરવાની વાત છે.’
તે જ સમયે ગયા અઠવાડિયે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના મંત્રીનું સમર્થન કરતા તેને એક ષડયંત્ર ગણાવ્યું હતું. સીએમ કેજરીવાલે દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારે કોર્ટમાં સ્વીકાર્યું છે કે ધારાસભ્ય આરોપી નથી, તો તેઓ તેમને ભ્રષ્ટ કેવી રીતે કહી શકે. તે જ સમયે, AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે ભાજપે તેમને નકલી કેસ કરીને જેલમાં ધકેલી દીધા છે. કારણ કે દિલ્હી સરકારના વિકાસની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.