ગુજરાત(Gujarat): ગ્રીષ્મા વેકરીયા(Grishma Vekariya)ના હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવતા ગ્રીષ્માની યાદમાં પરિવાર દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ(BJP)ના નેતાઓ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ પરિવાર સાથે મુલાકાત કરી છે. ગૃહમંત્રી સાથે રેન્જ IG સહિતના ઉચ્ચપોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા(Praful Pansuriya) સહિત મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિક લોકો પણ આ રામધૂનમાં જોડાયા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક:
ગ્રીષ્મા વેકરીયાના પરિવારને ઘટનાના માત્ર 81 દિવસમાં જ ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હવે પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા છે. ગ્રીષ્માનો પરિવાર હર્ષ સંઘવીને જોતા જ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. આ દરમિયાન હર્ષ સંઘવી પણ થોડી ક્ષણો માટે ભાવુક થઈ ગયા હતા. ગ્રીષ્માની માતાએ બે હાથ જોડી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર માન્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારને દિલાસો આપ્યો હતો.
જાણો શું કહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી?
ગ્રીષ્માને ન્યાય અપાવી દીધો છે, ગુજરાતના આવા બીજા કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી ન્યાય અપાવીશું. હર્ષ સંઘવીએ પરિવારની દિલાસો આપતા કહ્યું હતું કે, ગ્રીષ્મા સાથે જે કઈ બન્યું તેનું મને દૂખ છે પણ ત્યારબાદ પરિવારને ન્યાય અપાવા અને હત્યારા ફેનિલને કડક સજા કરવા પોલીસે દિવસ રાત એક કર્યા છે.
માત્ર 5 દિવસમાં 2500 પાનાની ચાર્જસીટ દાખલ કરવામાં આવી હતી. વકીલોએ કઈ કાચું ન કાપતા તેમણે પણ આ હત્યા કેસમાં ખૂબ જ મહેનત કરી ન્યાય અપાવવામાં મદદ કરી છે. હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતમાં નવો ઈતિહાસ રચાયો છે. હત્યા કેસમાં ગ્રીષ્માના પરિવારને સૌથી ઝડપી ન્યાય મળ્યો છે. કોર્ટના આ મહત્વના ચુકાદાથી આવી માનસિકતા ધરાવતા આરોપીઓ ફફડી ઉઠશે અને તેમનામાં ડર બેસસે.
2231 નંબરનો કેદી બન્યો ગ્રીષ્માનો હત્યારો ફેનિલ:
ગઈ કાલે જ ગ્રીષ્મા હત્યારા ફેનિલને કોર્ટ દ્વારા રેરેસ્ટ ઓફથી રેર કિસ્સો ગણીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આરોપી ફેનિલને કેદી નંબર ફાળવી દેવામાં આવ્યો છે. હત્યારો ફેનિલ 2231 નંબરનો કેદી બન્યો છે. હાલ ફેનિલને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ફેનિલને ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.