ગુજરાતના આ મંત્રીને આવ્યો કોરોના પોઝિટિવ

હાલમાં આખાં વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે.ભારતમાં પણ આ વાયરસથી સંક્રમિત કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે એટલે, કે મંગળવારે જ તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા જ કોરોનાના ટેસ્ટ કરાવ્યો હતો. તેમને શહેરની UN મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાસકાંઠાના વાવ-ભાભરના કોંગ્રેસના ધારાસભ્ય એવા ગેનીબેન ઠાકોરનો અને કામરેજના ભાજપના ધારાસભ્ય એવાં VD ઝાલાવડીયા પણ કોરોનાગ્રસ્ત થયા છે. હાલમાં ગેનીબેન ઠાકોરને ગાંધીનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે VD ઝાલાવડીયાને તેમનાં ઘરે જ સારવાર ચાલી રહી છે. હાલમાં તેમની સ્તિથી નાજુક છે. જો કે, 3 દિવસ અગાઉ તેઓ CM વિજયભાઈ રૂપાણીની બેઠકમાં હાજર રહ્યાં હતા. જેથી, કોન્ટેક્ટ ટ્રેસિંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

આની અગાઉ ઈમરાન ખેડાવાલા(ધારાસભ્ય, કોંગ્રેસ), જગદીશ પંચાલ(ધારાસભ્ય, ભાજપ), કિશોર ચૌહાણ(ધારાસભ્ય, ભાજપ), બલરામ થાવાણી(ધારાસભ્ય, ભાજપ) અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાથી સંક્રમિત થયા હતા.

જો, કે આ ભરતસિંહ સોલંકી સિવાય આ બધાં નેતાઓ કોરોનાને હાર આપીને સાજા થઈ ગયા છે. જ્યારે ભરતસિંહ સોલંકી હાલમાં પણ સારવાર હેઠળ છે, અને તેમની હાલતમાં કોઈપણ પ્રકારનો સુધારો પણ થયો નથી. તેઓ હાલમાં ઓક્સિજન સપોર્ટ પર જ છે. આમ, અત્યાર સુધીમાં કુલ 6 ધારાસભ્ય, 1 પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *