બોલીવુડ અભિનેતા રણવીરસિંહની કારને નડ્યો અકસ્માત -જુઓ વિડીયો

Published on: 4:21 pm, Fri, 16 October 20

અકસ્માતની કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. બોલિવૂડનાં દિગ્જ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહેતાં હોય છે. સોશિયલ મીડિયા (Social Media) પર પણ તે એનાં યૂનિક ડ્રેસિંગ સેન્સ તથા ફની વીડિયો (Ranveer Singh Video)ને લીધે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેતાં હોય છે.

આની વચ્ચે રણવીર સિંહનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એની કારને તપાસ કરતો નજર આવી રહ્યો છે તથા થોડો પરેશાન પણ દેખાઈ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, રણવીર સિંહ (Ranveer Singh Car)નો આ વીડિયો તે સમયનો છે કે, જ્યારે એક બાઇક સવારે એની કારને પાછળથી ટક્કર મારી દીધી હતી.

આ ઘટનાનો વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રણવીર સિંહ એની કારમાંથી નીચે ઉતરીને પાછળ આવીને જુએ છે કે, એની કારને કેટલું નુક્શાન થયું છે. ત્યારબાદ એ ફરી પાછો ગાડીમાં જઇ બેસી જાય છે. જો કે, વિડીયોને જોતા જણાઈ આવે છે કે, ગાડીને કોઈ ખાસ નુક્શાન થયું નથી.

ગાડીમાં સામાન્ય સ્ક્રેચીસ આવ્યાં છે. આ ઘટના મુંબઇમાં આવેલ બાન્દ્રા વિસ્તારમાં બની હતી. જ્યાં રણવીર કારમાંથી ઉતરીને તેની કારની તપાસ કરી રહ્યો છે પરંતુ આની વચ્ચે જેમ લોકોએ એમનાં ફેવરેઇટ એક્ટરને જોયો તો ભીડ એકત્ર થઇ ગઇ હતી. જેને લીધે રણવીર ફરી પાછો કારમાં આવીને બેસી જાય છે.

આ વીડિયો વુમ્પલા દ્વારા એમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. એમણે લખ્યું છે કે, આ ખુબ જ સામાન્ય અકસ્માત હતો. જેમાં એક્ટર સંપૂર્ણ ઠીક છે તથા એની કારને સામાન્ય સ્ક્રેચીસ આવ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle