બિહાર(Bihar)ના સિવાન(Siwan)માં પોલીસે એક બાળકને માર માર્યો. તેને પોલીસવાનમાં પોલીસ સ્ટેશન લઈ જતા પહેલા બે પોલીસકર્મીઓએ તેને ખૂબ માર માર્યો હતો. સગીર છોકરાના વાળ ખેંચીને તેને ઘુસા માર્યો હતા. આ દરમિયાન છોકરો રડતો રહ્યો અને ત્યાંથી જવા માટે વિનંતી કરતો રહ્યો પરંતુ પોલીસનું દિલ જરા પણ પીગળ્યું નહિ અને વાનમાં બેસાડી મારતા રહ્યા.
કોઈએ આ મારપીટનો વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહી છે. આ ઘટના શુક્રવારે બની હતી, જ્યાં કેટલાક લોકોએ બાળકને મોબાઈલ ફોન ચોરી કરતા પકડ્યો હતો. મારપીટનો વીડિયો આજે સામે આવ્યો છે.
સિવાન : સગીરને માર મારતી બિહાર પોલીસ – ચહેરા પર મુક્કો માર્યો, વાળ ખેંચ્યા #siwan #trishulnews #police pic.twitter.com/GtRwDvw5xm
— Trishul News (@TrishulNews) July 23, 2022
આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ હવે લોકો પોલીસ વિરુદ્ધ અલગ-અલગ વાતો કરી રહ્યા છે. વાસ્તવમાં કેટલાક લોકોએ બાળકને મોબાઈલ ચોરતા રંગે હાથે પકડ્યો હતો. આ પછી લોકોએ આ અંગે પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બાળકને કારમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. પરંતુ આ દરમિયાન પોલીસકર્મીઓએ તેને કારમાં જ બેફામ માર માર્યો હતો. બાળક રડતો રહ્યો, આજીજી કરતો રહ્યો પણ કોઈ પોલીસવાળાએ તેની વાત ન સાંભળી.
બાળકને માર મારવાની કોઈ માહિતી નથી-SHO:
અહીં, મુફસ્સીલ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર(SHO) વિનોદ કુમાર સિંહે જણાવ્યું કે છોકરાને ટોળાએ ચોરીના આરોપમાં પકડ્યો હતો. ટોળાના કબજામાંથી તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પૂછપરછમાં ગેંગના 3 લોકોના નામ સામે આવ્યા છે. સગીરને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. તે જ સમયે, પોલીસકર્મીઓ દ્વારા સગીર સાથે મારપીટના સંદર્ભમાં, તેમણે કહ્યું કે આવો કોઈ વીડિયો હજુ સુધી અમારા ધ્યાનમાં આવ્યો નથી. જો આ વાત સાચી હશે તો આ કેસમાં સંબંધિત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.