કાનપુરમાં 25 વર્ષીય યુવકે 17 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરપીએ યુવતીને ઝેર આપી દીધું. અને પોતે પણ ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. પીડિત અને આરોપી બંનેને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાય છે.
સમાચાર મુજબ, આ ઘટના કાનપુર દેહત જિલ્લાના અકબરપુર કોતવાલી પોલીસ સ્ટેશન હેઠળ આવેલા એક ગામમાં શનિવારે સાંજે બની હતી અને પાછળથી યુવતીના પિતાએ આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી. યુવતીના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ગામની એક યુવકે તેની સગીર પુત્રી પર બંદૂક બતાવીને બળાત્કાર ગુજાર્યો હતો જ્યારે તે ગામની સીમમાં ખેતરમાં શૌચ કરવા ગઈ હતી.
બળાત્કાર કર્યા પછી તેણે છોકરીને ઝેર આપી હતી અને બાદમાં તેણે જાતે પણ ઝેર પી લીધું હતું.તે દરમિયાન કેટલાક સ્થાનિકોએ યુવતી અને યોગેન્દ્રના મોં માંથી ફીણ નીકળતા જોઈ પોલીસને જાણ કરી હતી. બંનેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને કાનપુર રિફર કરાયા હતા.
અકબરપુર કોટવાલીના ઇન્સ્પેક્ટર આમોદ કુમારે જણાવ્યું હતું કે શરુઆતની તપાસમાં બહાર આવ્યું છે કે બંને લાંબા ગાળાના સંબંધમાં હતા. જોકે, તેના પરિવારના સભ્યો તેમના સંબંધની તરફેણમાં ન હતા.
યુવતીના પિતાની ફરિયાદ પર આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કલમ 376 (બળાત્કાર), 828 (ઝેરથી નુકસાન પહોંચાડવી વગેરે ગુનાના ઇરાદે) અને પોસ્કો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જો કે પોલીસ પણ આત્મહત્યાના પ્રયાસના ખૂણાથી કેસની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.