બોલિવૂડ એક્ટર સંજય દત્ત હાલમાં ફેફસાના કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. જોકે સંજય સંપૂર્ણ રીતે ફીટ અને બરાબર છે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરથી સંજયના ચાહકોનું ટેન્શન થોડું વધી ગયું છે તાજેતરમાં સંજય દત્તનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સંજય દત્ત હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન, એક નર્સ તેની સાથે ઊભી હતી, સંજય દત્ત ફોટામાં ખૂબ નબળો લાગ્યો હતો. તે બાદ ચાહકોએ તેમના માટે જલ્દીથી સારી થવાની પ્રાર્થના શરૂ કરી.
હવે સંજય દત્તનો બીજો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકોનું ટેન્શન ફરી વધી ગયું છે. આ ફોટામાં સંજય દત્ત બેઠો છે અને તેનો ફોન ચલાવે છે. જો કે, આ ફોટો હાલની છે કે અગાઉની આ અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. પરંતુ ફોટામાં બાબાનો દેખાવ ઘણો બદલાયો હોય તેવું લાગે છે, તે ખૂબ જ નબળા દેખાઈ રહ્યા છે. સંજય દત્તનો આ ફોટો જોઈને ચાહકો ખૂબ નિરાશ થયા છે, કેન્સરને કારણે તેમનો પ્રિય અભિનેતા કેટલો નબળો પડી ગયો છે. ચાહકો સંજય દત્તને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, સંજય દત્ત આ અઠવાડિયે દુબઈથી પરત ફર્યા છે. તેની સારવારનો એક તબક્કો પૂરો કર્યા પછી સંજુ તેમના બાળકોની મુલાકાત માટે પત્ની મનાતા દત્ત સાથે દુબઇ ગયો હતો. સંજય દત્તની તસવીરો દુબઈથી પણ બહાર આવી હતી, જેમાં સંજુ બાબા ફેમિલી સાથે એન્જોય કરી રહ્યો હતો. સંજય દત્ત થોડા દિવસ ત્યાં રોકાઈને મુંબઇ આવ્યો હતો અને હવે તેની વધુ સારવાર ચાલી રહી છે. સંજય દત્તની મુંબઇ કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ એવા સમાચાર છે કે સંજય તેની સારવાર માટે ન્યૂયોર્ક પણ જઈ શકે છે.