રસ્તા પર ચાલીને જઈ રહેલી રેલવે અધિકારીની પત્ની પાસેથી બાઈક સવાર યુવકો દ્વારા લૂંટનો પ્રયાસ(attempted robbery) કરવામાં આવ્યો હતો. બદમાશો દ્વારા મહિલા પાસેથી પર્સ લૂંટવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પર્સની લૂંટ કરતી વખતે મહિલા રસ્તા પર પટકાઈ હતી. રસ્તા પર પટકાયેલી રેલવે અધિકારીની પત્નીને ઢસડતા ખેંચી ગયા, પરંતુ મહિલાએ પર્સ એટલું જોરથી પકડ્યું હતું કે, તેણે તેનું પર્સ છોડ્યું ન હતું. આ ઘટના રાજસ્થાન(Rajasthan)ના કોટા(Kota)ના ગુમાનપુરા(Gumanpura) બજારની છે અને આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
मुख्यमंत्री @ashokgehlot51 जी चाकूबाजी के बाद लुट मे भी अवल आरहा कोटा @RajPoliceHelp
आज कोटा मे गुमानपुरा संतोष बेकरी के सामने, बाइक सवारों ने सरे राह महिला का बैग छीना ।@IgpKota @AAPRajasthan @DainikBhaskar pic.twitter.com/qIjJ1sTLQF— Rajendera Meena (@RajenderaMeenaa) January 26, 2023
રેલવેના વાણિજ્ય વિભાગના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ કિશોર કપૂરે જણાવતા કહ્યું હતું કે, આ ઘટના ગુરુવારના રોજ રાત્રે 8 વાગ્યે બની હતી. કિશોર કપૂરે જણાવતા કહ્યું કે, તે પત્ની સ્મૃતિ કપૂર અને પુત્રી પલક સાથે બજારમાં ગયા હતા અને તેમની કાર ગુમાનપુરા વિસ્તારમાં મોદી હાઉસ નજીક પાર્ક કરવામાં આવી હતી. તેઓ ચાલીને કાર બાજુ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પત્નીના હાથમાં પર્સ હતું.
કિશોર કપૂરે જણાવતા કહ્યું હતું કે, તેઓ સંતોષ બેકરીની સામેથી જયારે પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી બાઇક પર ત્રણ બદમાશો આવ્યા હતા. થોડીવાર ઊભા રહ્યા હતા અને તક જોઈ પત્નીનું પર્સ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્મૃતિ દ્વારા પર્સ મજબુતાઈથી પકડી રાખવામાં આવ્યું હતું જેથી પર્સ છીનવવાનો પ્રયાસ કરતાં બદમાશોએ બાઇક ચલાવતાં પત્ની રોડ પર પટકાઈ ગઈ હતી. આ દરમિયાન પત્નીને મોંઢાના ભાગે અને હાથ પર ઈજા થઈ હતી. જો કે મહિલાની આ હિંમત જોઈને બદમાશો પર્સ મુકીને સ્થળ પરથી ભાગી જવું પડ્યું હતું.
કિશાર કપુરે જણાવતા કહ્યું કે, બાઈક પર ત્રણ યુવકો સવાર હતા અને આ ત્રણેય બદમાશો રેકી કરી રહ્યા હતા. હું બેકરી શોપથી થોડો આગળ નીકળી ગયો હતો. જયારે મારા પત્ની અને પુત્રી પાછળ-પાછળ આવી રહ્યા હતા. પત્ની અને પુત્રીને એકલા જોઈને લુંટેરુઓ પર્સ છીનવીને ભાગી જવા માંગતા હતા. પરંતુ બાઇક સ્પીડમાં હોવાથી અને પત્નીએ પર્સ મજબુતાઈથી પકડી રાખ્યું હતુ. જેથી બાઈક સવાર બદમાશો આં પર્સની લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કિશારે જણાવતા કહ્યું કે, હજુ સુધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.