આ ચોરે તો ગામ ગાંડું કર્યું… CCTV માં કેદ થયો મહિલાના અંડરગારમેન્ટ ચોરતો નરાધમ- જુઓ વિડીયો

Undergarment thief, Madhya Pradesh: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની હરકતોથી મહિલાઓ અને યુવતીઓ હેરાન પરેશાન થઇ…

Undergarment thief, Madhya Pradesh: મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની હરકતોથી મહિલાઓ અને યુવતીઓ હેરાન પરેશાન થઇ ગઈ છે. યુવક ઘરમાં ઘુસીને અશ્લીલ હરકતો કરે છે અને મહિલાના અંડરગારમેન્ટની ચોરી કરીને ભાગી જાય છે. મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઈન્દોર માંથી સામે આવી છે.

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક માથાભારે યુવકથી મહિલાઓ ત્રાહિમામ થઇ ગઈ છે. તે અશ્લીલ કૃત્યો કરવા માટે મહિલાઓના ઘરોમાં ઘૂસી જાય છે અને તેમના અન્ડરગાર્મેન્ટ્સ ચોરીને ભાગી જાય છે. આ મામલે લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેને શોધી રહી છે.

મળેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલો વિજય નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. છેલ્લા કેટલાક દિવસોથી યુવકની હરકતોથી મહિલાઓ ખૂબ જ પરેશાન છે. આ યુવક ઘરોમાં ઘુસીને મહિલાઓ અને યુવતીઓ સાથે અશ્લીલ હરકતો કરે છે અને તેમના અંડરગારમેન્ટ પણ છીનવી લે છે.

આ મામલે કેટલીક મહિલાઓ અને યુવતીઓ તેમના સંબંધીઓ સાથે પહોંચી છે અને વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાએ યુવકને કેદ કરી લીધો છે, જેના આધારે પોલીસ તપાસમાં લાગેલી છે.

આસપાસના લોકોએ જણાવ્યું કે, એક યુવક મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરે છે. દરેક વ્યક્તિ તેની હરકતોથી કંટાળી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં યુવક કેદ થઈ ગયો છે, જેના આધારે પોલીસ મામલાની વધુ તપાસ કરી રહી છે.

સ્ટેશન ઈન્ચાર્જ દિનેશ વર્માએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈએ ડરવાની જરૂર નથી. યુવક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે અને તેની ઓળખ મેળવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *