મધ્યપ્રદેશ: હાલમાં મધ્યપ્રદેશના હરદા નગરમાં એક યુવકે ધોરણ 6માં અભ્યાસ કરતી માસૂમની છેડતી કરી કરી હોવાનું સામે આવ્યું છે. આ આરોપી 13 વર્ષની છોકરીને ડાન્સ શીખવવાના બહાને ઉજ્જડ વિસ્તારમાં ખંડવા બાયપાસ પર ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ પીડિતાએ આ અંગે પરિવારને જાણ કરી હતી.
પરિવારના સભ્યો અને આજુબાજુના લોકોએ આરોપી અખિલેશને પકડી લીધો હતો અને ઢોર માર માર્યો હતો. ત્યારે આરોપીને માર મારતો વીડિયો પણ સામે આવ્યો છે. હાલમાં આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતા તેની દાદીના ઘરે જવાનું કહીને તેના ઘરેથી નીકળી હતી. આ દરમિયાન રસ્તામાં તેને આરોપી અખિલેશ મળ્યો હતો. તે ડાન્સ શીખવવાના બહાને પીડિતાને ખંડવા બાયપાસ પર ઝાડીઓમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીએ આ છોકરીને મારી નાખવાની ધમકી આપી હતી.
પીડિતાએ બુધવારે પરિવારને આ અંગે જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર અને ગામલોકો દ્વારા આરોપી અખિલેશને પટ્ટા અને લાત-મુક્કાથી ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ અખિલેશને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો. સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ટીઆઇ રાજેશ સાહુએ જણાવ્યું કે, બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને લોકોએ પકડીને માર માર્યો હતો. હાલ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.