સોમનાથ મંદિરમાં ફરજ બજાવી રહ્યેલા PI રાઠવાએ હૃદય રોગનો હુમલો આવતા લીધા અંતિમશ્વાસ

સોમનાથ(ગુજરાત): આજે સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ ઈન્સપેક્ટરનું ચાલુ ફરજ પર હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

સોમનાથ(ગુજરાત): આજે સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલા એક પોલીસ ઈન્સપેક્ટરનું ચાલુ ફરજ પર હ્રદય રોગનો હુમલો આવવાના કારણે નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાય ગયો છે. 1990થી પીઆઈ જી.એમ.રાઠવા પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા હતા.

પોલીસ ઇન્‍સપેકટર જી.એમ.રાઠવા સોમનાથ મંદિરની સુરક્ષામાં છેલ્‍લા 4 મહિનાથી ફરજ બજાવતા હતા. આજે બપોરે બે વાગ્યાના અરસામાં મંદિરમાં ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન તેમને છાતીમાં દુ:ખાવો ઉપડતા સાથે રહેલા પોલીસકર્મીઓ તરત અઘિકારી રાઠવાને નજીકના પ્રભાસપાટણ સીએચસી કેન્‍દ્રમાં લઇ ગયેલ જયાંથી વઘુ સારવાર માટે વેરાવળની બિરલા હોસ્‍પીટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જયાં તેમની સારવાર થાય તે પહેલા જ તેમનું મૃત્‍યુ થયું હતું. PIના નિધનના સમચાર મળતા જ પોલીસબેડામાં શોકની લાગણી છવાય ગઇ હતી. પીઆઇ રાઠવા સોમનાથ સાંનિઘ્‍યે તેમના પત્‍ની સાથે રહેતા હતા. જયારે તેમના બે સંતાનો તેમના વતન છોટાઉદયપુરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. તેઓને દુ:ખદ ઘટનાની જાણ કરેલ અને તેઓની રાહ જોવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, 2018ના વર્ષના છેલ્‍લા મહિનાઓમાં ગીર સોમનાથમાં તેમની નિમણૂંક થતા ત્રણેક વર્ષથી અહીં જ ફરજા બજાવી રહ્યા હતા. જેમાં અઢી વર્ષ સુઘી પ્રભાસપાટણ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેકટર તરીકે ફરજ બજાવી હતી. તે દરમિયાન અનેક ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાખોરી કાબુમાં રાખી હતી. ત્યારબાદ છેલ્‍લા ચારેક માસથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવી રહેલ હતા. આમ, પોલીસમાં કોન્‍સ્‍ટેબલથી લઇ પોલીસ ઇન્‍સપેકટર સુઘીની ત્રણ દાયકાની સફર દરમિયાન જી.એમ. રાઠવાએ અનેક પડકારોનો સામનો પોતાની આગવીશૈલીની કામગીરી કરી હમેંશા નોંઘનીય ફરજ બજાવી પોલીસ પરિવારનું નામ ઉચું કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *