ટ્રાફિક પોલીસનું મોબઈલમાં શુટિંગ કરવું તે ગુનો નથી :જાણો કઈ રીતે

નવા મોટર વ્હીકલ એક્ટના અમલ દરમિયાન વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમ ભંગ અંગે દંડ વસુલી વેળા વાહનચાલકો કામગીરીનું મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કરે તો તે સ્ટીંગ ઓપરેશન…

નવા મોટર વ્હીકલ એક્ટના અમલ દરમિયાન વાહનચાલકો પાસે ટ્રાફિક નિયમ ભંગ અંગે દંડ વસુલી વેળા વાહનચાલકો કામગીરીનું મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કરે તો તે સ્ટીંગ ઓપરેશન નથી કે તે અંગે કોઇ ગુનો પણ બનતો નથી તેમ આજે સુરત જિલ્લા સંકલનની બેઠકમાં ઉઠાવાયેલા પ્રશ્ન સંદર્ભમાં જણાવાયું હતું.

તસ્વીરો સાંકેતિક છે.

નવા મોટર વ્હીકલ એકટને લઇને પોલીસ દ્વારા ઠેરઠેર ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ જવાનો ખડકીને કડકાઇથી અમલવારી કરાવી રહી છે.  ટ્રાફિક પોલીસ ઉપરાંત ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક નિયમ અંગે કાર્યવાહીને પગલે માથાકૂટો પણ થઇ રહી છે. કેટલાક પોઇન્ટ પર પોલીસ સાથે ઘર્ષણ થતા સ્ટીંગ ઓપરેશન કે વીડીયો રેકોડીંગ પણ કરાય છે. જે સોશીયલ મીડીયામાં વાઇરલ કરાતુ હોય છે. આ રેકોર્ડીંગ બદલ વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ થઇ રહી છે. જેને પગલે લોકોમાં ભારે રોષ ફેલાઇ રહયો છે.

આ મુદ્દે સુરત જિલ્લા સંકલન બેઠકમાં પ્રશ્ન ઉઠતા તે અંગે પણ ચર્ચા થઇ હતી. જેમાં સાસંદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કેજ્યાં સુધી કોઇ વાહનચાલક અપકૃત્ય નહી કરે ત્યાં સુધી ટ્રાફિક પોલીસની કામગીરનો જો કોઇ વાહનચાલક કે સામાન્ય નાગરિક વિડીયો ઉતારતો હોય તો તે કોઇ ગુનાહિત કૃત્ય નહિ ગણાય. છેલ્લા કેટલાક સમયમાં આવી રીતે મોબાઇલમાં શુટીંગ કરતા સામાન્ય નાગરિકો સામે પણ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે તે યોગ્ય બાબત ગણી શકાય નહિ.

આ ગંભીર મુદ્દે વધુ ચર્ચા થઇ હતી કેવાહનચાલક પોતાની સલામતી મુદ્દે આ બધું કરતો હોય છે. અને આ મોબાઇલ શુટીંગ કોઇ સ્ટીંગ નથી. વાહનચાલકો પોતાને સુરક્ષિત રાખવા માટે આવું કરતો હોય છે. તેથી તે ગુનો ન કહી શકાય. જો વાહન ચાલકો પોલીસ ટીમ સાથે સંઘર્ષમાં ઉતરે કે પછી પોલીસની કામગીરીમાં રૃકાવટ ઉભી કરે તો તેની વિરુધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી શકાય છે.  બેઠકમાં હાજર ઉચ્ચ પોલીસ અધિકારીએ આ મુદ્દે શહેર પોલીસના ટ્રાફિક વિભાગમાં જાણ કરવા જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *