રક્ષાબંધનના બે દિવસ પહેલા જ બહેનને કાયમ માટે છોડી ને ચાલ્યો ગયો ભાઈ, આંખો ભીની કરી દેશે આ ઘટના

મંગળવારે સવારે બે બાળકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. બંને મિત્રો(friends)ના મૃતદેહ ઘર પાસેના ખાલી પ્લોટ(plot)ના ખાડામાંથી મળી આવ્યા હતા. જે રમતા રમતા…

મંગળવારે સવારે બે બાળકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. બંને મિત્રો(friends)ના મૃતદેહ ઘર પાસેના ખાલી પ્લોટ(plot)ના ખાડામાંથી મળી આવ્યા હતા. જે રમતા રમતા પાણી ભરેલા ખાડામાં ડૂબી(drowned) ગયા હતા. બંને બાળકો સોમવારે બપોરે 3 વાગ્યાથી ગુમ હતા. કનોટા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ હતી. ઘટના અમર વિહાર કોલોની(Amar Vihar Colony)ની છે. મૃતદેહ જોઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ પછી બાળકોને શોધી રહેલા પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

લાશને પાણીમાં તરતી જોઈને ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. મૃતકોની ઓળખ આશુ (12) અને ચંદન (12) તરીકે થઈ છે. બંને બાળકો એક જ કોલોનીમાં પરિવાર સાથે રહેતા હતા. બંને સારા મિત્રો હતા. હંમેશા સાથે રહેતા હતા. સોમવારથી પોલીસ અને પરિવાર બંનેને શોધી રહ્યા હતા. મંગળવારે સવારે કંટ્રોલ પાસેથી મળેલી માહિતી પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને મૃતદેહોને લઈને બસ્સી સીએચસી પહોંચી હતી. આ પછી મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આશુ મોટી બહેનને રડતી છોડી ગયો:
આશુના પિતા પ્રેમ સિંહે જણાવ્યું કે, રક્ષાબંધન પહેલા તેણે તેની મોટી બહેન ગૌરી (14)ને રડતી છોડી દીધી હતી. બંને ભાઈ-બહેન વચ્ચે ખૂબ પ્રેમ હતો. તેઓ સાથે રમતા-કૂદતા હતા. જ્યારથી બહેન ગૌરીને આ વાતની ખબર પડી ત્યારથી તેની હાલત ખુબ જ ખરાબ છે.

તેણે કહ્યું કે ચંદન અને આશુ સારા મિત્રો હતા. કોલોનીમાં જ એક પ્લોટમાં કંઈક કામ ચાલી રહ્યું હતું. ત્યાં જેસીબી દ્વારા ખાડો ખોદયો હતો. જેમાં પાણી ભરાયું હતું. બંને બાળકો રમતા રમતા તેની પાસે પહોંચ્યા હશે. આ પછી આ ઘટના બની હશે. બંને બાળકોના ઘર એકબીજાની સામસામે હતા. બંનેના પરિવારની હાલત ખરાબ છે. સંબંધીઓએ જણાવ્યું કે ખાલી પ્લોટ ઘરથી લગભગ 500 મીટર દૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *