ગજબ ટોપીબાજ છે આ ચોર! મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર માતાજીના દર્શન કરી દાનપેટી ઉપાડી ગયો- જુઓ વિડીયો

જબલપુર(Jabalpur) સ્થિત એક મંદિર (Temple)માં ચોરી (theft)ની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ચોર મંદિરની અંદર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. સૌથી…

જબલપુર(Jabalpur) સ્થિત એક મંદિર (Temple)માં ચોરી (theft)ની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક ચોર મંદિરની અંદર ચોરી કરતો જોવા મળી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, ચોરી કરતા પહેલા તે મંદિરમાં હાથ જોડીને પૂજા પણ કરે છે. આ પછી તેણે મંદિરમાં ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના મડોતલ પોલીસ સ્ટેશનના સુખા ગામની છે. અહીં 5 ઓગસ્ટની રાત્રે લક્ષ્મી માતાના મંદિરમાં ચોરી થઈ હતી. મંદિરના પૂજારીએ પોલીસને જણાવ્યું કે, ચોરે પહેલા મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યું, પછી ત્યાં રાખેલી ત્રણ દાનપેટી સહિત બે મોટા ઘંટ અને પૂજાના વાસણો લઈ ગયા.

હવે આ ચોરીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે, મંદિરમાં પ્રવેશ્યા બાદ આ ચોર માતા લક્ષ્મી સામે હાથ જોડીને ઉભો છે. થોડીવાર હાથ જોડીને ઊભા રહ્યા પછી આ ચોર મંદિરમાં રાખેલી કિંમતી વસ્તુઓ અને દાન પેટીઓ પર હાથ સાફ કરે છે. તે પહેલા મૂર્તિની નીચે રાખેલી દાનપેટી ઉપાડે છે. આ ચોરે પોતાનો ચહેરો કપડાથી ઢાંકી દીધો હતો.

એક દાન પેટી ઉપાડ્યા પછી આ ચોર મંદિરની અંદર રાખેલી બીજી પેટી ઉપાડી લે છે. આ પછી તે મંદિરની અંદરથી બીજું બોક્સ લાવે છે. ધીરે ધીરે તે આ બધી વસ્તુઓને મંદિરની અંદરથી બહાર કાઢે છે અને પછી ચોરીની વસ્તુઓ લઈને ભાગી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *