આઇએસએસ મિશન માટે કરાઈ ભારતીય એસ્ટ્રોનોટની પસંદગી; અંતરિક્ષમાં ફરીથી લહેરાશે ભારતનો પરચમ

Mission Gaganyaan: ભારતીય સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે એટલે કે કાલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, યુએસ સ્પેસ એજન્સી નાસા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ઇન્ટરનેશનલ (Mission Gaganyaan) સ્પેસ સ્ટેશન મોકલશે. ISROના હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટરે ISS પર તેના આવનાર Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસફ્લાઇટ કરાર કરવામાં આવ્યો છે. જેમાં બે ભારતીય પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ હશે. ઇસરોના નિવેદન અનુસાર ગ્રુપ કેપ્ટન શુક્લા પ્રાથમિક મિશન પાયલટ હશે. જ્યારે અન્ય ભારતીય વાયુસેના અધિકારી, ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર બેકઅપ મિશન પાયલટ તરીકે જશે.

ISROએ જણાવ્યું છે કે તેના હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટરે સ્પેસ સ્ટેશન પર તેના Axiom-4 મિશન માટે Axiom Space Inc., US સાથે સ્પેસફ્લાઇટ કરાર કરવામાં આવ્યો છે. નેશનલ મિશન અસાઇનમેન્ટ બોર્ડે આ મિશન માટે પ્રાઇમ અને બેકઅપ મિશન પાયલટ તરીકે બે ગગનયાત્રીની ભલામણ કરવામાં આવી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને ચીફ પાયલટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયરને બેકઅપ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ISROએ શું કહ્યું?
ISROએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “અસાઇન્ડ ક્રૂ સભ્યોને મલ્ટિલેટરલ ક્રૂ ઓપરેશન્સ પેનલ (MCOP) તરફથી આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર ઉડાન ભરવા માટે અંતિમ મંજૂરી આપવામાં આવી છે. ભલામણ કરેલ ગગનયાત્રી મિશન ઓગસ્ટ 2024ના પ્રથમ સપ્તાહથી પોતાની ટ્રેનિંગ શરૂ કરવામાં આવશે.” ISROએ જણાવ્યું છે કે તેના મિશનમાં ગગનયાત્રી ISS પર પસંદગીના વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજી નિદર્શન પ્રયોગો હાથ ધરશે તેમજ અવકાશ આઉટરીચ પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે.

સ્પેસ પ્રોગ્રામમાં ભારતને મદદ મળશે
અવકાશ એજન્સીએ કહ્યું છે, “આ મિશન દરમિયાન મેળવેલ અનુભવ ભારતીય માનવ અવકાશ કાર્યક્રમ માટે ફાયદાકારક રહેશે અને ISRO અને NASA વચ્ચે માનવ અવકાશ ઉડાન સહયોગને પણ મજબૂત બનાવી શકે છે.” જૂન 2023 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસની સત્તાવાર રાજ્ય મુલાકાત દરમિયાન ISRO અને યુએસ સ્પેસ એજન્સી NASA દ્વારા જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં સ્પેસ સ્ટેશન માટે સંયુક્ત ISRO-NASA મિશનની કલ્પના કરવામાં આવી હતી. Axiom-4 મિશન (X-4) એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટેનું ચોથું ખાનગી અવકાશયાત્રી મિશન નક્કી કરવામાં આવી છે, જેનું સંચાલન Axiom Space દ્વારા NASA અને SpaceX સાથે ભાગીદારીમાં કરવામાં આવે છે.