દુષ્કર્મ (misdemeanor)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. દેશની દીકરીઓ હવે શાળામાં પણ સુરક્ષિત નથી. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી (Dadranagar Haveli)ની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેને પગલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક એવા વાઇસ પ્રિન્સિપાલ(Vice Principal) સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પ્રદેશમાં હાહાકાર મચી ગયો છે.
મળતી માહિતી અનુસાર, દાદરા નગર હવેલીના સામરવરણી વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ નામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર આ શાળાના સંચાલક અને વાઈસ પ્રિન્સિપાલ એવા માઈકલ નુંન્સ અને લેસ્ટર જોકવીન ડિકોસ્ટા નામના શિક્ષકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં છે. વિદ્યાર્થીનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓએ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટનામાં વિદ્યાર્થિનીની તબિયત બગડતા તેને પ્રથમ સેલવાસ અને ત્યારબાદ સુરત અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મુંબઈ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા મુંબઈ પોલીસે દાદરા નગર હવેલી પોલીસને જાણ કરતાં સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકીનો પણ ઉલ્લેખ ફરિયાદમાં થતા દાદરા નગર હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી છે. તેમજ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આમ આ નાનકડા પ્રદેશમાં ચકચાર મચાવનાર અને શિક્ષણ જગતને લાંછન લગાવનાર આ ઘટના બહાર આવતા સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ આ ઘટના અંગે સેલવાસ પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તેમજ ઘટનાની ગંભીરતા જોતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જોકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.