ગુજરાત(Gujarat): શહેરમાં સરકારી પરીક્ષાઓ હોય કે ભરતી મામલે સતત છબરડા અને વિવાદો સામે આવતા જ રહે છે. ત્યારે હવે બનાસકાંઠા(Banaskantha)માં પ્રાથમિક શાળાના એક વિધાર્થીઓના રીઝલ્ટમાં લોચો સામે આવ્યો છે. થરાદ(Tharad) તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં મોટો છબરડો સામે આવતા હાલ શિક્ષણ મામલે અનેક સવાલો ઉદભવી રહ્યા છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ જો વાત કરવામાં આવે તો, થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના પરિણામમાં એક વિધાર્થીને અંગ્રેજી વિષયમાં 160 માંથી 165 ગુણ, સામાજિક વિજ્ઞાનમાં 160 માંથી 174 ગુણ અને અંગ્રેજીમાં પણ 160 માંથી 165 ગુણ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન 160 ગુણ હોય છતાં 160 કરતા વધુ ગુણ અપાતા શિક્ષકની પોલી ખુલી પડી ગઈ છે. એટલું જ નહીં, શાળાના વિધાર્થીનું રીઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ શિક્ષકોની કામગીરી બાબતે અનેક ઉદભવી રહ્યા છે.
આ દરમિયાન સામે આવ્યું છે કે, મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનું પરિણામ વર્ગશિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમણે ભૂલ કરી એ તો આપણે સમજી લીધું પરંતુ જ્યારે આ રીઝલ્ટની કોપી શાળાના આચાર્ય પાસે આવી પહોંચી તો પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. વાત કરવામાં આવે તો સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા પછી શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે મોકલવામાં આવતું હોય છે. પરંતુ આ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી રીઝલ્ટને વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે આ મુદ્દો મોટા પાયે ચગ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સુધારાની વાતો કરતી સરકારની કામગીરી પર પાણી ફેરવતા આ પ્રકારના શિક્ષક પર લોકોનો સોશિયલ મીડિયા પર ઉગ્ર રોષ સાથે કટાક્ષ જોવા મળી રહ્યો છે. એક મોટો સવાલ ઉભો થાય છે કે, જ્યાં મૂલ્યાંકન કરતા વધુ ગુણ અપાતા હોય ત્યાં બાળકનું ઘડતર કેવું થતું હશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.