MLA Kumar Kanani statement: લોકસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભરતીનો મેળો જામતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ સુરતનાં બંને પાટીદાર યુવા નેતાઓ અચાનક જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી નાટકીય ઢબે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનાં હાથે ભાજપનો ખેસ ધારણ કરવામાં આવ્યો હતો. બંને યુવા પાટીદાર નેતાઓ (Kumar Kanani statement) ભાજપમાં જોડાતા ભાજપનાં ધારાસભ્યમાં નારાજગી જોવા મળી રહી છે.
ત્યારે આ સમગ્ર મામલે ભાજપનાં વરાછાનાં ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું હતું. એટલે હું કાર્યક્રમથી દૂર રહ્યો હતો. ચૂંટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપે છે તે લોકો યાદ રાખી રહ્યા છે.
વરાછાનાં ધારાસભ્ય હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું
તેમજ અલ્પેશ કથીરીયા અને ધાર્મિક માલવિયાનાં ભાજપમાં જોડાવાથી કાનાણી નારાજ થયા છે. અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે તેવું લાગી રહ્યું છે. વરાછાનાં ધારાસભ્ય કિશોર કાનાણી હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ પ્રવેશનાં કાર્યક્રમથી ધારાસભ્ય અળગા રહેતા ગણગણાટ વધી ગયો હતો. સ્થાનિક ધારાસભ્ય ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા હતા.
હું મારા સિદ્ધાંત નહિ છોડું : કુમારભાઈ
આ સમગ્ર મામલે કિશોર કુમાર કાનાણીએ જણાવ્યું છે કે, મારા સિદ્ધાંતનાં વિરૂદ્ધ થયું એટલે હું દૂર રહ્યો છે. ચૂટણી વખતે રાજનીતિ પાર્ટી જે નિવેદન આપ્યું છે તે લોકો યાદ રાખે છે. મેં મારા નિવેદનો યાદ રહ્યા છે. વિધાનસભા વખતે અલ્પેશ કથિરીયા સામ સામે આવ્યા હતા. હું મારા સિદ્ધાંતો નહી છોડું. પાર્ટીએ જે નિર્ણય કર્યો તે માન્ય રહે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ અને સુરતનાં ધારાસભ્યો આ ભરતી મેળામાં હાજર રહ્યા છે. ભાજપનાં ધારાસભ્ય કિશોર કાનાણી ગેરહાજર રહેતા ભાજપનાં કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App