મહારાષ્ટ્રના પાલઘર માં બે સાધુઓ અને તેના ડ્રાઈવરની મારી મારીને હત્યા કરવામાં આવી હતી. પાલઘરમાં થયેલ મોબ લીન્ચિંગ ની ઘટનાને લઈને ઉદ્ધવ સરકાર પર ભારતીય જનતા પાર્ટી સતત શાબ્દિક હુમલાઓ કરી રહી છે. મહારાષ્ટ્ર પોલીસના અનુસાર આ ઘટના પાછળ કોઈ સામાજિક રંગ નથી. તેઓને ચોર ડાકુ સમજીને ગ્રામીણોએ સાધુ સહિત ત્રણ લોકોને મારી નાખ્યા. આ ઘટના નો વિડીયો વાઈરલ થતા દેશભરમાં ઘેર પ્રત્યાઘાત પડી રહ્યા છે. ત્યારે આ ઘટના બાદ મોટી ખબર સામે આવી રહી છે.
110 ppl have been arrested in this case out of which 9 are juvenile. 101 people have been remanded in police custody till 30th while 9 have been sent to juvenile home. Further investigation is going on in the matter. An enquiry has also been initiated to look into the incident.
— Palghar Police (@Palghar_Police) April 19, 2020
મહારાષ્ટ્ર પોલીસે આ ઘટના બાદ હરકતમાં આવી 110 લોકોની ધરપકડ કરી છે અને તેમને 30 એપ્રિલ સુધી રિમાન્ડ હેઠળ લેવામાં આવ્યા છે. 101 લોકોને 30 મી સુધી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. જ્યારે 9 લોકોને બાળસુધાર કેન્દ્રમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. ઘટનાની તપાસ માટે તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
હકીકતમાં પાલઘર જિલ્લા માં જે જગ્યાએ મોબ લીન્ચિંગ ની આ ઘટના બની છે. ત્યાં lockdown બાદથી લોકો દિવસ-રાત સતત પોતે જ પહેરેદારી કરી રહ્યા છે. વિસ્તારમાં ચોર ડાકુ વાપરવાની અફવા હતી.ગયા ગુરુવારે પણ મોબ લિંચિંગના ઘટનાસ્થળેથી ત્રણ ત્રીસ કિ.મી.દુર એક ગામમાં ગ્રામીણોએ શકના આધારે કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. પોલીસ ઈ સામે આ ત્રણેય ની હત્યા કરવામાં આવી હોવાનો વિડીયો વાઈરલ થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર સાધુઓ પર મોબ લીન્ચિંગ(ટોળા દ્વારા થતો હુમલો) ઘટના પહેલા ત્રણ દિવસ અગાઉ પણ એક ડૉક્ટર અને ત્રણ પોલીસ કર્મીઓ સાથે સાથે તેના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદ કાલે પર ગ્રામીણોને ચોર ડાકુ સમજી હુમલો કર્યો હતો. આ લોકોને પોલીસની ટીમે બચાવી લીધા હતા.
ત્યારબાદ પોલીસ તરફથી લોકો પાસે ચોર અને ડાકુઓને લઈને ઉડેલી અફવા પર ધ્યાન ન આપવા ની અપીલ કરવામાં આવી હતી. આ વચ્ચે 16 ,17 એપ્રિલ દરમિયાન રાત્રે બે સાધુઓ પોતાની કારથીગામમાં પહોંચી ગયા. મહારાષ્ટ્ર પોલીસ અનુસાર ગ્રામીણોએ સપનાના આધારે બંને સાધુ અને તેના ડ્રાઇવરને મારી નાખ્યા. ગ્રામજનોએ તે લોકોને ચોર ડાકુ સમજી લીધા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે મોબ લીન્ચિંગ ની જે ઘટના થઇ છે ત્યાં ત્રણ લોકો વગર પરવાનગીએ બહારના રાજ્યમાંથી આવી રહ્યા હતા. તેમણે મુખ્ય રોડ થી ન જઈને ગ્રામીણ રોડથી જવાની કોશિશ કરી. ત્યાં જ તેમને પકડવામાં આવ્યા. ગામ લોકોને લાગ્યું કે કદાચ તેઓ ચોરી કરવા માટે આવ્યા છે તે જ કારણે હુમલો થયો અને ત્રણ લોકોનું મૃત્યુ થયું. આ લોકોની ઓળખ શુશીલ્ગીરી મહારાજ, કલ્પવૃક્ષ ગીરી મહારાજ અને નીલેશ તેલગડે તરીકે થઇ છે જેઓ સુરત આવી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news