PM Internship Yojana: કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (17 માર્ચ) પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે એક સમર્પિત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી. સીતારમણે (PM Internship Yojana) વધુને વધુ કંપનીઓને આ કાર્યક્રમમાં જોડાવા વિનંતી કરી છે.આ ઉપરાંત, સીતારમણે સાંસદોને પણ અપીલ કરી છે કે તેઓ યુવાનોને આ યોજનામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે. આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ, જેનો ઉદ્દેશ્ય 2024-25 દરમિયાન યુવાનોને 1.25 લાખ ઇન્ટર્નશિપ તકો પૂરી પાડવાનો છે, તે 3 ઓક્ટોબર 2024ના રોજ શરૂ થયો હતો.
અહીંયા કરો ઓનલાઇન અરજી
પીએમ ઇન્ટર્નશિપ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલું છે. જો તમે ધો.10, ધો.12, આઇટીઆઇ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએટ છો અને આ માટે નોંધણી કરાવી નથી તો ફટાફટ આ કામ પતાવી લો. જરૂરી લાયકાત ધરાવતા 21 થી 24 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે. આ યોજના હેઠળ બીજા તબક્કામાં લગભગ 1 લાખ 19 હજાર ઇન્ટર્નશિપની તકો છે. લાયક ઉમેદવારો પીએમ ઇન્ટર્નશિપ સ્કીમની સત્તાવાર વેબસાઇટ pminternship.mca.gov.in પર જઈને ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે.
આ યોજના હેઠળ, ઇન્ટર્નને દર મહિને 5,000 રૂપિયા મળશે
આ યોજના હેઠળ, ઇન્ટર્નને 12 મહિના માટે દર મહિને 5,000 રૂપિયાની નાણાકીય સહાય અને 6,000 રૂપિયાની એક વખતની ગ્રાન્ટ આપવામાં આવશે. કેન્દ્રીય બજેટ 2024-25માં જાહેર કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ્ય પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો છે. આ યોજનાનો અમલ કરનાર કોર્પોરેટ બાબતોના મંત્રાલયે છેલ્લા ત્રણ વર્ષમાં તેમના સરેરાશ CSR (કોર્પોરેટ સામાજિક જવાબદારી) ખર્ચના આધારે ટોચની 500 કંપનીઓની ઓળખ કરી છે.
શૈક્ષણિક લાયકાત
હાઇસ્કૂલ અથવા ઉચ્ચતર માધ્યમિક શાળા પાસ
ITI પ્રમાણપત્ર ધારક
પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટનો ડિપ્લોમા, અથવા
કોઈપણ પ્રવાહમાંથી સ્નાતક
આ સિવાય….
IITs, IIMs, IISERs, NIDs, IIITs, અથવા રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓમાંથી પાસ આઉટ થતા વિદ્યાર્થીઓ
CA, CMS, MBBS, CS, BDS, MBA અથવા અન્ય કોઈપણ વિષયમાં માસ્ટર્સ કરી રહેલા વિદ્યાર્થીઓ
કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ કૌશલ્ય, તાલીમ અથવા વિદ્યાર્થી કાર્યક્રમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) અથવા રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ પ્રમોશન યોજના (NAPS) હેઠળ તાલીમ અથવા એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારો અરજી કરી શકતા નથી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App