ગુજરાતના બનાસકાંઠાના દાંતીવાડામાં ઠાકોર સમાજના અગ્રણીઓએ સમાજની અપરણિત છોકરીઓ સાથે મોબાઈલ રાખવા ઉપર રોક લગાવી દીધી છે. આ ફેસલો ઠાકોર સમાજની પંચાયતમાં કરવામાં આવ્યો. આ પંચાયત રવિવારે જલોલ ગામમાં રાખવામાં આવી હતી. ગામના લોકો પંચાયતના નિર્ણયને પોતાનું સંવિધાન માને છે.
પંચાયતના સમુદાયના લોકો જ પોતાના માટે નિયમ નક્કી કરે છે.આ નવા નિયમ અનુસાર અપરણિત છોકરીઓ મોબાઈલ નહી રાખી શકે અને તેનું ઉલ્લંઘન અપરાધ ગણવામાં આવશે. એવામાં મોબાઇલ ફોન રાખવા વાળી છોકરીના પિતા પાસેથી 1.50 લાખ રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત તે પણ કહેવામાં આવ્યું કે પરિવારને સહમતી વગર લગ્ન કરનારને અપરાધી માનવામાં આવશે.
જિલ્લા પંચાયત સભ્ય જયંતીભાઈ ઠાકોરે જણાવ્યું કે પંચાયતમાં સમાજ હિતને લઈને નિર્ણય કરવામાં આવ્યા છે.બીજો એક નિર્ણય પર કરવામાં આવ્યો છે કે લગ્નમાં વધારાના ખર્ચો ને રોકવા માટે ડીજે અને આતશબાજી પર રોક લગાવવામાં આવે છે.મોબાઈલ ફોન રાખવા ઉપર દંડ કરવો આ મુદ્દા પર ચર્ચા થઈ છે પરંતુ તેને લાગુ કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.