દેશની અર્થવ્યવસ્થાએ કોરોનાવાયરસને દેશમાંથી કાઢવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની કોંગ્રેસે દેશ સાથે મજાક ગણાવ્યો છે.
સોનિયા ગાંધીએ કહ્યુ કે, કોરોના મહામારી વિરુદ્ધ લડાઇને 21 દિવસમાં જીતવાની વડાપ્રધાનની શરુઆતની આશા ખોટી સાબિત થઇ. હવે લાગી રહ્યુ છે કે વાયરસ દવા બનશે ત્યાં સુધી હાજર રહેશે. મારુ માનવુ છે કે સરકાર લોકડાઉન માપદંડોને લઇને ચોક્કસ ન હતી, તેની પાસે લોકડાઉનથી બહાર આવવાની કોઇ રણનીતિ નથી.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, સમાન વિચારધારા ધરાવતી ઘણા બધા પક્ષોએ માંગ કરી હતી કે ગરીબોના ખાતામાં સીધા પૈસા જમા કરવામાં આવે, તમામ પરિવારોને ફ્રી રાશન અને ઘરે જઇ રહેલા પ્રવાસી મજૂરોને બસ કે ટ્રેન સુવિધા આપવામાં આવે. વડાપ્રધાન તરફથી 20 લાખ કરોડ રુપિયાના આર્થિક પેકેજની જાહેરાત અને નાણામંત્રી દ્વારા સતત પાંચ દિવસ સુધી યોજનાની વિગતવાર માહિતી આપવાના ક્રમને ક્રૂર મજાક ગણાવ્યો હતો.
શુક્રવારે કોંગ્રેસ નેતૃત્વ હેઠળ થયેલી વિપક્ષ કરવાની બેઠકમાં કુલ 22 પાર્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બોલાવવામાં આવી હતી જેમાં વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર સમયે 11 માંગ રજૂ કરી છે.જે નીચે મુજબ છે-
Every economist of repute had advised immediate need for a massive fiscal stimulus. PM’s announcement of a grand Rs 20 lakh cr package&FM spelling out its details over next 5 days,have turned out to be a cruel joke:Sonia Gandhi at video conference meeting of 22 opposition parties pic.twitter.com/bdTEY36ZYd
— ANI (@ANI) May 22, 2020
1. આવકવેરાની બહારના તમામ પરિવારોને દર મહિને 7,500 રૂપિયા ચૂકવવા જોઈએ. આ ઉપરાંત, બાકીના પાંચ મહિનામાં 10,000 રૂપિયા તરત જ ચૂકવવા જોઈએ.
2. જરૂરીયાતમંદ લોકોને આવતા છ મહિના માટે દર મહિને 10 કિલો અનાજનું મફત વિતરણ કરવું.
3. મનરેગાના કાર્યકારી દિવસોની સંખ્યા વધારીને 200 કરો અને જરૂરી બજેટ સપોર્ટ પૂરો પાડો.
4. બધા સ્થળાંતર કામદારો માટે તેમના મૂળ સ્થળો પર પરત ફરવા મફત પરિવહન. વિદેશમાં ફસાયેલા તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને બચાવવા તાત્કાલિક વ્યવસ્થા કરો.
5. મજૂર કાયદા રદ કરવા જેવા એકતરફી નિર્ણયો પાછા ખેંચી લેવા જોઈએ.
6. એમ.એસ.પી.(ટેકા ના ભાવ) માં તાત્કાલિક રવિ પાકની ખરીદી કરો અને પાકને બજારમાં લઈ જવા સમર્થન આપો. ખરીફ તૈયાર કરવા માટે, ખેડૂતોએ બિયારણ, ખાતરો આપવો જોઈએ.
7. કોરોના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમાં ફંડ આપવું જોઈએ.
8 કેન્દ્ર સરકારે લોકડાઉનમાં બહાર નીકળવાની વ્યૂહરચના સ્પષ્ટપણે જણાવવી જોઈએ.
9. સંસદીય કામકાજને તરત જ પુન:સ્થાપના કરવી અને નિરીક્ષણ કરવું.
10. 20 લાખ કરોડનું પેકેજ ભારતના લોકો માટે બરોબર નથી. તેથી સુધારેલ અને વ્યાપક પેકેજ રજૂ કરો.
11. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સને મંજૂરી આપતી વખતે રાજ્ય સરકારની સલાહ લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news