ખેડૂતોને મોદી સરકારે આપી નવા વર્ષની ભેટ, ખાતર પર હવે મળશે વધારે સબસીડી

Fertilizer Subsidy Increased: નવા વર્ષની પહેલી કેબિનેટ મિટિંગમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો ને મંજૂરી મળી છે. તેમાં બીએપી ખાતર બનાવનારી કંપનીઓ માટે સરકારે સ્પેશિયલ પેકેજને મંજૂરી આપી છે. તેનાથી ખેડૂતોને ડીએપી માટે હવે વધારે કિંમત (Fertilizer Subsidy Increased) ચૂકવવી નહીં પડે. અને તેઓ ખાતર પર વધારે સબસીડી મેળવી શકશે. ડીએપી બનાવનાર કંપનીઓને મળનારી સબસીડી ઉપરાંત સરકાર નાણાકીય સહાય પણ કરશે.

2025 ની પહેલી કેબિનેટ મિટિંગમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના કારખાના કોને રાહત આપી છે. અંતર્ગત તેમને સબસીડી ઉપરાંત આર્થિક સહાય આપવાને પણ મંજૂરી આપી દીધી છે. હા નિર્ણયનું લક્ષ્ય કૃષિ ઉત્પાદનને વધારવું અને ખેડૂતોને આર્થિક રીતે મદદ આપવી અને જરૂરિયાતના ખાતરો ઓછી કિંમતે મળી રહે તે છે.

કેબિનેટનો વધુ એક નિર્ણય
યુનિયન કેબિનેટ નો વધુ એક નિર્ણય આજે આવ્યો છે જેના અંતર્ગત વીમા યોજના ની ખેડૂતો માટે વધારે આકર્ષક બનાવવાના પ્રસ્તાવના મંજૂરી મળી ગઈ છે. પાક વીમા યોજના ને સરળ બનાવવા માટે તેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના લીધે સસ્તા દરે અને સહેલા નિયમો અંતર્ગત પાકનો વીમો થઈ શકશે.

પ્રધાનમંત્રી મોદી ની અધ્યક્ષતામાં થઈ બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં વર્ષ 2025 ની પહેલી કેન્દ્રીય કેબિનેટ બેઠક થઈ છે. જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં ડીએપી પર સબસીડી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો જેનાથી ખેડૂતો પર આંશિક બોજો ઓછો થશે.