Dilip Mandal Media Advisor: માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં મીડિયા સલાહકાર તરીકે પૂર્વ પત્રકાર દિલીપ મંડલને નિયુક્ત કરવામાં આવ્યા છે. દિલીપ મંડલની(Dilip Mandal Media Advisor) બે દાયકાથી વધુની પત્રકારત્વ કારકિર્દી છે. દિલીપ મંડલને કટ્ટર હિન્દુ વિરુધી અને માતા સરસ્વતીનું અપમાન કરવા બદલ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. દિલીપ મંડલ હંમેશા પોતાના ટીવટને લઈને ચર્ચામાં રહે છે.
મોદી સરકાર વિરુદ્ધ અનેક વખત ટ્વીટ કર્યા બાદ લગભગ ગઈ લોકસભાની ચૂંટણી બાદ તેમનું વલણ બદલાયુ હતું. જે બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના ઘણા ટ્વીટ વાયરલ થયા હતા અને લોકોએ તેમની ટીકા કરી હતી. દિલીપ મંડલનો એક ટ્વીટ ઘણો વાયરલ થયો હતો. જેમાં તેમણે દેવી સરસ્વતીનું અપમાન કર્યું હતું.
એટલું જ નહિ તેઓ તેમના ટ્વીટ દ્વારા મોદી સરકારને અનેક વખત ઘેરતાં હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી તેઓ મોદી સરકારની પ્રશંસા પણ કરી રહ્યા હતા. દિલીપ મંડલ પોતાની પત્રકારત્વ કાર્યકાળ દરમિયાન ઘણી મોટી સંસ્થાઓમાં કામ કર્યું અને કેટલાક અખબારો અને સામયિકોના સંપાદક તરીકે પણ કામ કર્યું. દિલીપ મંડલ લાંબા સમયથી ઓબીસી, એસસી અને એસટી સમુદાયના મુદ્દા ઉઠાવી રહ્યા છે. તેઓ હિન્દુત્વની રાજનીતિના ટીકાકારોમાંના એક ગણાતા હતા, પરંતુ છેલ્લી લોકસભાની ચૂંટણી દરમિયાન તેમનું વલણ બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું.
તેમણે મોદી સરકારના ઘણા નિર્ણયોની પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, તેમણે તાજેતરમાં લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીની જાહેરાત પાછી ખેંચવા બદલ મોદી સરકારની પ્રશંસા પણ કરી હતી. પત્રકારત્વની સાથે દિલીપ મંડલ લેખક પણ રહી ચૂક્યા છે. તેમના ઘણા પુસ્તકો ખાસ કરીને મીડિયા પર પ્રકાશિત થયા છે. મીડિયા કા અંડરવર્લ્ડ, દલાલ સ્ટ્રીટ, ચૌથા સ્થંભ પ્રાઈવેટ લિમિટેડ અને અનસોશિયલ નેટવર્ક જેવા પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશની 10 થી વધુ મીડિયા સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા દિલીપ મંડલ લાંબા સમયથી અનામત અને સામાજિક ચિંતાઓના મુદ્દા ઉઠાવી રહ્યા છે. મંડલે ટીવી ન્યૂઝ ચેનલ ‘આજ તક’, ‘ઝી ન્યૂઝ’ અને ‘સ્ટાર ન્યૂઝ’ માટે કામ કર્યું હતું. આ સિવાય તેમણે બિઝનેસ ચેનલ ‘CNBC આવાઝ’માં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે અને ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ગ્રુપના બિઝનેસ પોર્ટલ ‘Economic Times.com’માં એડિટર તરીકે કામ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App