ઘરના છોકરા ઘંટી ચાંટે! ભૂખમરાથી ઝઝૂમતા અફઘાનિસ્તાનની મદદે પહોચી મોદી સરકાર- કરશે આ મોટી મદદ

ભારત(India): છેલ્લા 4-5 મહિનાથી અફઘાનિસ્તાનની(Afghanistan) સત્તા ઉપર કબ્જો જમાવ્યા બાદ તાલિબાન સરકાર ચલાવી રહી છે. પરંતુ બીજી બાજુ દેશમાં તાલીબાન સરકાર(Taliban government) આવતા દેશ આર્થિક સંકટ(Economic crisis) અને ભૂખમરા સામે ઝઝૂમી રહ્યો છે. આવામાં ભારત(India) અફગાનિસ્તાનની મદદે પહોચ્યું છે. ભારત માનવીય સહાયના(India Humanitarian Aid) ભાગરુપે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના રસ્તા થકી ઘઉં પહોંચાડવા માટે પાકિસ્તાન(Pakistan) સાથે છેલ્લા 2 મહિનાથી સતત ચર્ચા કરી રહ્યુ હતુ. આખરે આ મુદ્દે બંને્ દેશો વચ્ચે સંમતિ સધાઈ છે.

માનવીય સંકટનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોની મદદ માટે ભારત પાકિસ્તાનની વાઘા બોર્ડર(Wagah Border) દ્વારા ત્યાં 50,000 મેટ્રિક ટન ઘઉં મોકલશે. ભારત ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘઉં મોકલવાનું શરૂ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં શનિવારે કહેવામાં આવ્યું છે કે, ભારત અને પાકિસ્તાન છેલ્લા 2 મહિનાઓની ચર્ચા બાદ તેના મોડલ પર સંમત થયા છે. આ એવો દુર્લભ સંયોગ હશે જ્યારે ભારત પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરીને માલસામાનનું પરિવહન કરશે.

અફઘાન ટ્રકોમાં જશે ઘઉં
ધ એક્સપ્રેસ ટ્રિબ્યુને અહેવાલ આપ્યો છે કે, અફઘાનિસ્તાનમાં માનવીય સંકટને કારણે ઇસ્લામાબાદે ભારતને વાઘા બોર્ડર દ્વારા 50,000 મેટ્રિક ટન ઘઉંના પરિવહનની મંજૂરી આપી છે. એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, બંને પક્ષો સંમત થયા કે ઘઉંને ટ્રકમાં અફઘાનિસ્તાન પહોંચાડવામાં આવશે. અફઘાન કોન્ટ્રાક્ટરોની યાદી પાકિસ્તાન સાથે શેર કરવામાં આવશે.

પ્રથમ કન્સાઇનમેન્ટ ફેબ્રુઆરીમાં મોકલવામાં આવશે
પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા અસીમ ઈફ્તિખારે શુક્રવારે સાપ્તાહિક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે હવે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈસ્લામાબાદ પ્રથમ કન્સાઈનમેન્ટની તારીખની રાહ જોઈ રહ્યું છે. રાજદ્વારી સૂત્રોએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનને જણાવ્યું હતું કે ભારત ફેબ્રુઆરીની શરૂઆતમાં ઘઉંનું શિપિંગ શરૂ કરી શકે છે. બીજી બાજુ, અન્ય એક સમાચાર અનુસાર, ભારતે માનવતાવાદી સહાયના ભાગરૂપે અફઘાનિસ્તાનને ત્રણ ટન આવશ્યક જીવનરક્ષક દવાઓનો ચોથો માલ મોકલ્યો છે.

માનવીય સહાયના ભાગરુપે 50000 ટન ઘઉં મોકલશે ભારત સરકાર
વિદેશ મંત્રાલયે શનિવારે કહ્યું કે, ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે તેના વિશેષ સંબંધો ચાલુ રાખવા અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે અફઘાનિસ્તાનને જે ત્રણ ટન દવાઓ મોકલી છે તે કાબુલની ઈન્દિરા ગાંધી હોસ્પિટલને સોંપવામાં આવી છે. અગાઉ, ભારતે તબીબી સહાયના ત્રણ માલ મોકલ્યા છે, જેમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ અને આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલેખનીય છે કે, ભારતમાં આયોજનપંચીએ 2011-12માં ગરીબીરેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂ 816 એટલે કે કુટુંબદીઠ ખર્ચ રૂ4080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ ખર્ચ રૂ 1000 એટલે કે કુટુંબદીઠ રૂ 5000નું પ્રમાણ નક્કી કર્યુ હતું. આ માપદંડના આધારે ભારતમાં ઈ.સ. 2011 – 12માં દેશની કુલ 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા: જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું.

વિશ્વબેન્કે ગરીબીના ધોરણ માટે ઈ.સ.2012માં ઈ.સ. 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક 1.90 ડોલર(યુ.એસ.એ.) નક્કી કરી હતી. વિશ્વબૅન્કના એક અહેવાલ મુજબ ઈ.સ. 2010માં ભારતની કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખાની નીચે જીવન જીવતા હતા. UNDP – 2015ના રિપૉર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 13.7% હતું. એટલે કે દેશના 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામીણ ક્ષેત્ર 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવન જીવતા હતા.

ભારતમાં ગરીબીના પ્રમાણમાં આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે. ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં અને સૌથી નીચું પ્રમાણ ગોવા રાજ્યમં જોવા મળ્યું હતું. ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તર પ્રદેશ, મહીપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝરખંડ, ઑડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ સરેરાસ 30% થી વધારે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *