કેટલા કરોડમાં પૂરો થયો PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘બુલેટ ટ્રેન’ -RTI માં થયો મોટો ઘટસ્ફોટ

PM મોદી(PM Modi)નો ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project) શરુ કરવામાં આવ્યો હતો જયારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project)નું અત્યાર સુધીમાં માત્ર 17 ટકા જ કામ પૂર્ણ થયું…

PM મોદી(PM Modi)નો ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project) શરુ કરવામાં આવ્યો હતો જયારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(Bullet Train Project)નું અત્યાર સુધીમાં માત્ર 17 ટકા જ કામ પૂર્ણ થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જયારે એક RTI દ્વારા આ મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જયારે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન(National High Speed Rail Corporation) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર એક ફેબ્રુઆરી 2022 સુધીમાં મુંબઈ(Mumbai)-અમદાવાદ(Ahmedabad) હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું લગભગ 17 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે.

જયારે NHSRCL દ્વારા પ્રોજેક્ટનાં કામમાં મોડું થવા પાછળ કોરોના સંકટ, મહારાષ્ટ્રમાં ભૂમિ અધિગ્રહણમાં વાર લાગવી તેમજ અન્ય ટેન્ડરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જયારે વધુમાં હજુ પણ 200 હેક્ટર જમીનનું અધિગ્રહણ બાકી હોવાનો પણ ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અંદાજીત એક લાખ આઠ હજાર કરોડના ખર્ચે આ પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.

જયારે કહેવામાં આવી રહ્યું છે કે, મોદી સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરંતુ 2022માં આ પ્રોજેક્ટનું કામ માત્ર 17% જ પૂર્ણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા RTIમાં આ માહિતી આપવામાં આવી છે. PM મોદીનો આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં કેટલી જમીન સંપાદિત કરવામાં આવેલ છે. તે પ્રશ્નના જવાબમાં NHSRCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “અંદાજીત કુલ 1396 હેક્ટર જેટલી જમીનની જરૂરિયાતમાંથી લગભગ 1196 હેક્ટર જેટલી જ જમીન સંપાદિત કરવામાં આવી છે.” જયારે તેનો અર્થ એ થાય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અંદાજીત 86% જરૂરી જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. જયારે અંદાજીત 200 હેક્ટર જમીન હજુ કબજે કરવાની બાકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખર્ચના સવાલ પર NHSRCL દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે, પ્રોજેક્ટની અંદાજિત કિંમત 1,08,000 કરોડ રૂપિયા છે. જો કે, તમામ ટેન્ડર અને પેકેજો પછી જ સુધારેલ પ્રોજેક્ટ ખર્ચનું કુલ મૂલ્યાંકન નક્કી કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *