RRR જોવા જતા પહેલા વાંચી લેજો આ લેખ! અનેકવાર વિવાદોમાં ફસાયેલી ફિલ્મ વિષે શું કહી રહ્યા છે લોકો?

આજે રિલીઝ થયેલી રાજામૌલી (SS Rajamouli) ની ફિલ્મ RRR છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. આજે આ ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે અને લોકોનું…

આજે રિલીઝ થયેલી રાજામૌલી (SS Rajamouli) ની ફિલ્મ RRR છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બની છે. આજે આ ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે અને લોકોનું કહેવું છે કે આ ફિલ્મ સરસ જ નહિ ખુબ જ સરસ છે. જેથી કરીને તમે પણ આ ફિલ્મ અવશ્ય જોવા જજો. લોકોનું કહેવું છે કે, આની જેવી ફિલ્મ ભારતીય સિનેમાના ઈતિહાસમાં ક્યારેય નથી બની.

RRR ફિલ્મ બીજા લોકડાઉન વખતે રજૂ થવાની હતી પરંતુ પ્રતિબંધોને કારણે આ ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી હતી. અને આજે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર(Jr NTR), રામચરણ(Ram Charan) અને અજય દેવગન (Ajay Devgn) જેવા અભિનેતાઓ છે. ઉપરાંત આલિયા ભટ્ટ (Alia Bhatt) આ ફિલ્મમાં અભિનેત્રી નું પાત્ર ભજવે છે.

રિલીઝ પહેલા જ ફસાઈ હતી વિવાદોમાં
રિલીઝ પહેલા#BoycottRRRinKarnataka ટ્વિટર પર ઘણા કલાકોથી ટ્રેન્ડ કરી રહ્યું છે. કર્ણાટકના લોકો એસ.એસ.રાજામૌલી અને ‘RRR’ ની ટીમથી ફિલ્મના કન્નડ સંસ્કરણને ઓછી પસંદગી આપવા બદલ ખૂબ જ નાખુશ છે. સમગ્ર કર્ણાટકમાં ‘RRR’ના કન્નડ વર્ઝનને બહુ ઓછી સંખ્યામાં શો ફાળવવામાં આવ્યા છે.

આ ફિલ્મમ રિલીઝ થયા પહેલા ઘણા બધા વિવાદોમાં ફસાઈ હતી અને ભારત દેશમાં આ ફિલ્મ પર ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે જે આજે પણ કોર્ટમાં પેન્ડિંગ છે. આ ફિલ્મના નિર્માતા એસએસ રાજામૌલીએ ક્યારેય કહ્યું નથી કે આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.

RRR ફિલ્મ જોઈને સિનેમા ઘરમાંથી બહાર આવતા લોકો આર આર ફિલ્મ સારી છે તેઓ કહી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે આ ફિલ્મ ફેમિલી ફિલ્મ છે જેથી તમે આખું કુટુંબ પણ આ ફિલ્મ જોવા જઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *