PM મોદી અને હેરિસની મીટિંગમાં ચર્ચાનો વિષય બન્યું ‘પાકિસ્તાન’ – આ ગંભીર બાબતને લઈ કરી ચર્ચા વિચારણા

અમેરિકાની મુલાકાત લેવા માટે ગયેલ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરૂવારની રાત્રે અમેરિકા (America) ના વાઈસ પ્રેસિડન્ટ (Vice President) કમલા હેરિસ (Kamala…

અમેરિકાની મુલાકાત લેવા માટે ગયેલ વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ગુરૂવારની રાત્રે અમેરિકા (America) ના વાઈસ પ્રેસિડન્ટ (Vice President) કમલા હેરિસ (Kamala Harris) સાથે મુલાકાત કરી હતી. આ સૌપ્રથમ ઘટના હતી કે, જ્યારે કોઈ ભારતીય મૂળની અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ ભારતીય વડાપ્રધાન સાથે મુલાકાત કરી હોય!

આ મીટિંગમાં કમલા હેરિસે આતંકવાદ તેમજ તેમાં પાકિસ્તાનની ભૂમિકાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં કેટલાક આતંકી સંગઠનો રહેલા છે. હેરિસે પાકિસ્તાનને સલાહ આપી છે કે, તેઓ આતંકી સંગઠનો પર કાર્યવાહી કરે કે, જેથી અમેરિકા-ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો ન થાય.

કમલા હેરિસ દ્વારા સરહદ પારના આતંકવાદના મુદ્દે મોદીના નિવેદન પર પણ સહમતિ વ્યક્ત કરવામાં આવી છે. આની સાથે-સાથે જ આ વાત પર પણ એકમત થયા હતા કે, ભારત દશકાઓથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે ત્યારે હવે આતંકી સંગઠનોને પાકિસ્તાનથી મળી રહેલ મદદ પર અંકુશ લગાવવાની જરૂર રહેલી છે.

જયારે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારું તેમજ મારા ડેલિગેશનનું સ્વાગત કરવા માટે ખુબ ખુબ ધન્યવાદ. થોડાં મહિના અગાઉ પણ વાતચીતની તક મળી હતી. એ સમયમાં જ્યારે ભારત બીજી લહેરનો સામનો કરી રહ્યું હતું ત્યારે તમે સહાયતા માટે જે સાથ આપ્યો તેના માટે તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

મોદીએ કહ્યું: તમે વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટયા તે ખુબ મહત્વપૂર્ણ
કમલા હેરિસ સાથેની વાતચીતમાં PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકામાં તમે વાઈસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા તે ખુબ મહત્વપૂર્ણ બાબત છે. આ દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તમે તેમજ બાઈડેન મળીને ભારત-અમેરિકાના સંબંધોને વધારે મજબૂત કરો તેમજ અમે તમારું સન્માન કરીએ છીએ, હું તમારું ભારતમાં સ્વાગત કરવા ઈચ્છું છું. તમારી વિજય યાત્રા ઐતિહાસિક છે.

વધુમાં PM મોદીએ જણાવતા કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી તેમજ સૌથી જૂની ડેમોક્રેસી તરીકે ભારત-અમેરિકા નેચરલ પાર્ટનર છે. આપણાં મૂલ્યોમાં સમાનતા રહેલી છે. આની સાથે-સાથે જ આપણો તાલમેલ તેમજ સહયોગ સતત વધતો જઈ રહ્યો છે.

હેરિસે ભારતની વેક્સિન એક્સપોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી:
અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ દ્વારા મોદીનું સ્વાગત થતા બંને દેશોના મજબૂત સંબંધોને નવી ઊંચાઈ સર કરવાની જરૂર રહેલી વાત પર ભાર આપવામાં આવ્યો હતો. ભારતના આ નિર્ણયથી ખુશ છે કે, તેઓ ફરીથી વેક્સિન એક્સપોર્ટ કરવા જઈ રહ્યાં છે.

દરરોજ કરોડથી પણ વધારે લોકોને વેક્સિનેટ કરવામાં આવી રહ્યા છે તેમજ આ સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. આની સાથોસાથ જ ભારતમાં જ્યારે કોવિડ ખતરનાક બન્યો હતો ત્યારે અમેરિકા આવા મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભું રહ્યું હતું.

હેરિસે સુરક્ષા મામલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમે બંને હિંદ તથા પ્રશાંત મહાસાગરમાં ફ્રી ટ્રેડ તેમજ ફ્રી રૂટને અગત્યતા આપીએ છીએ. ક્લાયમેન્ટ ચેન્જના મુદ્દાને પણ ભારત સરકાર ગંભીરતાથી લઈ રહ્યું છે. અમને વિશ્વાસ રહેલો છે કે, બંને દેશ મળીને પીપલ્સ-ટૂ-પીપલ્સ કોન્ટેક્ટ વધારશે તેમજ સમગ્ર વિશ્વમાં તેનો ખુબ સારો પ્રભાવ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *