નવા CMનો મોટો નિર્ણય: 1000 સુરક્ષા કર્મી અને 200 જેટલી કારનો કાફલો નથી જોઈતો, હું એક સામાન્ય વ્યક્તિ જ છું

પંજાબ(Punjab): રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)એ ગુરુવારે તેમના સુરક્ષા(Safety)માં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પોતાના ભાઈઓથી બચવા…

પંજાબ(Punjab): રાજ્યના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની(Charanjit Singh Channi)એ ગુરુવારે તેમના સુરક્ષા(Safety)માં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પોતાના ભાઈઓથી બચવા માટે સેનાની જરૂર નથી. પંજાબના નવા મુખ્યમંત્રી(CM) ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ તેમને એવું લાગ્યું કે જાણે તેઓ જેલમાં છે. તેમણે પોતાની સુરક્ષામાં લાગેલા વાહનો અને સુરક્ષા કર્મચારીઓને જોતા આ પ્રકારનું નિવેદન આપ્યું. તેમના વાહનોના કાફલાની સુરક્ષા માટે એક હજાર સુરક્ષા કર્મચારી(Security personnel)ઓ તૈનાત કરવામાં આવ્યા છે.

પોતાના સુરક્ષા કવરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા પંજાબના નવા મુખ્યમંત્રીએ કહ્યું કે, “હું તમારામાંનો એક છું અને મને મારા પોતાના ભાઈઓથી બચવા માટે 1000 સુરક્ષા કર્મચારીઓની સેનાની જરૂર નથી.” તેમણે કહ્યું, “VIP હોવાનો શું ઉપયોગ? જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે હું મારી જાતને જ કહી રહ્યો હતો. મેં અધિકારીઓને સુરક્ષા ઘણી ઓછી કરવા કહ્યું, હું તો એક આઝાદ વ્યક્તિ છું મને કોણ મારશે”

પંજાબની એક યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન, ચન્નીએ અતિશય સુરક્ષાને સરકારી સંસાધનોનો બગાડ ગણાવ્યો. ચન્નીએ ઉલ્લેખ કર્યો કે, તે ભવ્ય જીવનશૈલીના શોખીન નથી અને ઉમેર્યું કે તેમણે અધિકારીઓને તેમના કાફલાની રચના કરતા વાહનોમાં ઘટાડો સુનિશ્ચિત કરવા પણ કહ્યું છે.

ગયા સપ્તાહની શરૂઆતમાં, અનેક રાઉન્ડની વાટાઘાટો બાદ, કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ચન્નીને નવા મુખ્યમંત્રી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઘટનાઓ 2022 પંજાબ વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા બની છે.

પંજાબની કેબિનેટ વિસ્તરણના કેટલાક સંભવિત નામો:
પંજાબના હાલના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 2 નાયબ મુખ્યમંત્રી – સુખજિંદર સિંહ રંધાવા અને ઓપી સોની છે. પંજાબ કેબિનેટ વિસ્તરણમાં સામેલ થઈ શકે તેવા નવા નામોમાં અમરિંદર રાજા બ્રાર, રાજકુમાર વર્કા અને ગુરકીરત સિંહનો સમાવેશ થાય છે. અમરિંદર રાજા બ્રાર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, જ્યારે રાજકુમાર વેરકા પંજાબમાં દલિત હિન્દુ ચહેરો છે અને અનુસૂચિત જાતિ આયોગમાં ઉપાધ્યક્ષનું પદ સંભાળી ચૂક્યા છે. ગુરકીરત સિંહ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બેઅંત સિંહના પૌત્ર છે અને હાલના લુધિયાણા સાંસદ રવનીત સિંહ બિટ્ટુના ભાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *