પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે લોકસભામાં પોતાના સંબોધનમાં ભારત-પાકિસ્તાન વિભાજન અને નાગરિકતા સંશોધન કાયદાના આધારે કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા. પ્રધાનમંત્રી મોદી આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના કાર્યકાળમાં લેવામાં આવેલા નિર્ણયો અને સમાધાનનો પણ ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રી પોણા બે કલાકના પોતાના સંબોધનમાં 23 વખત પંડિત જવાહરલાલ નેહરુનું નામ લીધું.
આના પર સોશિયલ મીડિયાના યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયા આપી. કોઈએ કહ્યું કે પ્રધાનમંત્રી ૫૬ વર્ષ બાદ નેહરુને યાદ કરી રહ્યા છે તો કોઈએ સવાલ કર્યો કે પ્રધાનમંત્રી બજેટ સેશનમા અર્થવ્યવસ્થા પર કેટલું બોલ્યા.
એક યૂઝરે ટ્વીટ કર્યું કે,” લોકસભામાં ભાષણ દરમ્યાન પ્રધાનમંત્રી 23 વખત નેહરુ નું નામ લીધું. નેહરુ ૧૯૬૪ સુધી પ્રધાનમંત્રી રહ્યા. મોદી તેમને 2020માં ૫૬ વર્ષ બાદ પણ આટલા યાદ કરી રહ્યા છે. ” એક યૂઝરે કહ્યું કે,” પ્રધાનમંત્રી બજેટ સેશનમાં અર્થવ્યવસ્થા પર કેટલું બોલ્યા? “
અન્ય એક યુઝરે કહ્યું કે, ‘અર્થવ્યવસ્થા પર જેટલી વાત થવી જોઈએ તેટલી નથી થતી.’ એક યુઝર કહ્યું કે ,’આ મોદી નેહરુજી ના પગની ધૂળ છે.’
એક યૂઝરે લખ્યું કે ‘નેહરુને સદા યાદ કરવામાં આવશે પરંતુ આને પોતાને લોકો શા માટે યાદ કરશે? વિચારવા જેવી વાત છે.’
પોતાના સંબોધનમાં નેહરુનું નામ લીધા વગર પ્રધાનમંત્રીએ કહ્યું કે વિભાજન સમયે કોણે બે દેશો વચ્ચે સીમા ખેંચી હતી. તે સમયે પ્રધાનમંત્રી બનવા કોણે બે દેશો વચ્ચે રેખા ખેંચી હતી.
નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરતી કોંગ્રેસ પાર્ટી પર પ્રધાનમંત્રીએ કહ્યું કે 1950માં નેહરુ લિયાકત સમાધાન થયું હતું. ભારત અને પાકિસ્તાનમાં રહેતા અલ્પસંખ્યકોં ની સલામતી માટે આ સમાધાન થયું હતું. સમાધાન નો આધાર પાકિસ્તાનમાં રહેતા ધાર્મિક અલ્પસંખ્યકોં સાથે ભેદભાવ ન થાય તે હતો. નેહરુ ખૂબ જ સમજદાર વિચારક હતા. તેમણે ત્યાં ‘અલ્પસંખ્યકોં’ ની જગ્યાએ ત્યાંના ‘બધા જ નાગરિક’ શબ્દનો ઉપયોગ કેમ ન કર્યો? જેવા તમે આજે કહી રહ્યા છીએ, તે જ વાત નહેરુજીએ પણ કહી હતી.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.