અજીબોગરીબ લોકોને ફોલો કરીને પૈસા કમાવા વાળાની દુનિયામાં કોઈ કમી નથી. આવા લોકોમાં 25 વર્ષનો મોહમ્મદ હમદી બોશ્તા પણ શામેલ છે. ઇજિપ્તનો રહેવાસી મોહમ્મદ હમદી વીંછીનું ઝેર વેચે છે. આ વિચિત્ર શોખ એક દિવસ તેને એટલો સમૃદ્ધ અને સફળ બનાવશે, તેવું તેણે પણ વિચાર્યું નહિ હોય. તેમને એક ગ્રામ ઝેરના બદલામાં આશરે 7 લાખ રૂપિયા મળે છે.
ઇજિપ્તના રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી વીંછીને પકડવાના તેમના શોખને લીધે મોહમ્મદ હમદીએ થોડા વર્ષો પહેલા અર્કીયોલોજીમાં તેમણે ડિગ્રી છોડી દીધી હતી. તે આ વીંછીના ઝેરને કાઢે છે, જે દવાઓ બનાવવા માટે વપરાય છે.
મોહમ્મદ હમદી માત્ર 25 વર્ષની ઉંમરે ‘કાયરો વેનોમ કંપની’ના માલિક બન્યા છે. આ એક પ્રોજેક્ટ છે જેમાં 80,000 હજારથી વધુ વીંછી અને વિવિધ જાતિના સાપ રાખવામાં આવ્યા છે. આ સાપ અને વીંછીનું ઝેર કાઢીને તે દવા બનાવતી કંપનીઓને વેચવામાં આવે છે.
યુવી લાઈટની મદદથી, પકડેલા વીંછીના ઝેરને દૂર કરવા માટે એક નાનો ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક આંચકો આપતા જ વીંછીનું ઝેર બહાર આવે છે અને તે સંગ્રહિત થાય છે.
એક રાયટર્સના અહેવાલ મુજબ વીંછીના ઝેરના એક ગ્રામમાંથી આશરે 20,000 થી 50,000 એન્ટિવેનોમ ડોઝ બનાવી શકાય છે. એન્ટિવેનોમ દવાઓ બનાવતી વખતે, વીંછીના ઝેરની ગુણવત્તામાં ખૂબ કાળજી લેવામાં આવે છે.
મોહમ્મદ હમદી બોશ્તા વીંછીને આ ઝેર યુરોપ અને અમેરિકામાં પહોચાડવામાં આવે છે, જ્યાં તેનો ઉપયોગ એન્ટિવેનોમ ડોઝ અને હાયપરટેન્શન જેવા રોગો માટે દવાઓ બનાવવા માટે થાય છે. એક ગ્રામ વીંછીનું ઝેર વેચતાં તેઓને 10 હજાર યુએસ ડોલર એટલે કે, લગભગ 7 લાખ રૂપિયા મળે છે.
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોના એક અહેવાલ મુજબ, દર વર્ષે યુ.એસ. માં લગભગ 80,000 લોકોને ઝેરી સાપ અથવા વીંછી ડંખ મારતા હોય છે. જ્યારે આ જીવોના કરડવા પર મનુષ્યને તાત્કાલિક સારવારની જરૂર હોય છે. પરંતુ કમનસીબે એન્ટિવેનમ ડ્રગ માર્કેટ ખૂબ નાનું છે. કદાચ આથી જ આ દવાઓના ભાવ ખૂબ વધારે છે.
ઝેરી જીવોનું ઝેર માનવ શરીરમાં રહેલી પેશીઓને નુકસાન પહોંચાડે છે. આમાં હેમરેજ અથવા શ્વસની સમસ્યા વધે છે. આ ઝેર એટલું દુ:ખદાયક અને જીવલેણ હોઈ શકે છે કે, વ્યક્તિ ત્વરિત સમયમાં મરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle