RBIએ આ બેંકનું લાયસન્સ કરી દીધુ રદ, રૂપિયા જમા કરનારા ફસાયા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહારાષ્ટ્રની એક સહકારી બેંકને મોટો ઝટકો આપ્યો છે. આરબીઆઈએ કરાડ જનતા સહકારી બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. તેમાં જણાવાયું છે કે, બેંક પાસે પૂરતા નાણાં નથી. આનો અર્થ એ છે કે, બેંકને કોઈ પણ થાપણ મૂકવાનો અધિકાર નથી. લાઇસન્સ રદ થતાં હવે આ બેંક ભવિષ્યમાં વ્યવસાય કરી શકશે નહીં.

સેન્ટ્રલ બેંકે સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને મહારાષ્ટ્રના સહકારી મંડળના કમિશનરને પણ બેંકને બંધ કરવા અને ફડચાની નિયુક્તિ કરવા આદેશ આપવા વિનંતી કરી છે. જોકે, આરબીઆઈએ જણાવ્યું છે કે, બેંકના થાપણદારો માટે તેમની થાપણોની ચુકવણી માટે સામાન્ય પ્રક્રિયા અપનાવવામાં આવશે.

જે અંતર્ગત બેંકના દરેક જમા કરનારને નિર્ધારિત નિયમો અને શરતો હેઠળ 5 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરવામાં આવશે. આ ચુકવણી વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, બેંકના 99 ટકા થાપણદારોને તેમની સંપૂર્ણ થાપણો પરત મળશે.

આરબીઆઈએ મંગળવારે બહાર પાડેલી નોટિસમાં કહ્યું છે કે, બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નથી. તેથી તે તેના હાલના થાપણદારોના સંપૂર્ણ પૈસા પાછા આપી શકશે નહીં. આવી સ્થિતિમાં, જો બેંકને વધુ વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવે, તો તેના જાહેર હિતને અસર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *