હાલમાં દુષ્કર્મના કિસ્સાઓ સતત સામે અવી રહ્યા છે. આ દરમિયાન ફરીવાર એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હરિયાણાના રેવાડીમાં 24મે ના કેટલાક બાળકો મેદાનમાં રમતા-રમતા નજીકની સ્કૂલ બિલ્ડિંગમાં જતા રહ્યા. ત્યાં 7 છોકરાઓએ એક 10 વર્ષની છોકરી સાથે ગેંગરેપ કર્યો હતો. પરંતુ આ ઘટના એક અઠવાડિયા બાદ ત્યારે સામે આવી જ્યારે વિડીયો પીડિત છોકરીના પાડોશીઓએ સોશિયલ મીડિયા પર જોયો.
તેમણે છોકરીના પરિવારને આ અંગે જાણકારી આપી ત્યારે વાત પોલીસ સુધી પહોંચી હતી. છોકરીનો પરિવાર ૯ જૂને પોલીસ પાસે પહોંચ્યો અને અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઉપરાંત રેવાડીના ડીએસપી હંસરાજ એ જણાવ્યું કે, આ કેસ મહિલા પોલીસ સ્ટેશનમાં ipc કલમ 376 ડી, 354 સી, 506 પોક્સો, આઈટી અને એસસ/એસટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે આ સાતેય આરોપીઓમાંથી એક પુખ્ત વયનો છે અને 18 વર્ષનો છે. બાકીના 10 થી 12 વર્ષની વચ્ચેના છે. છોકરીના પાડોશીઓએ વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરી છે. આ અંગે હંસરાજે જણાવ્યું કે, “જેવો આ મામલો અમારી સામે લાવવામાં આવ્યો અમે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપી અને પીડિતા પાડોશી જ હોવાનું સામે આવ્યું છે.” પોલીસનું કહેવું છે કે, છોકરીને મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવી છે. આમાં છોકરીની સાથે ગેંગરેપની ઘટનાની પુષ્ટિ થઈ છે. આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત તો એ છે કે, 7 આરોપીઓમાંથી ત્રણ તો સગીરાના સંબંધી જ છે.
મળતી માહિતી મુજબ, આરોપીઓમાંથી 6 સગીરોને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સામે હાજર કર્યા બાદ સુધારગૃહમાં મોકલી દેવામાં આવ્યા છે. તો 18 વર્ષના આરોપીને કોર્ટની સામે રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસ વિડીયોમાં જોવા મળતા બીજા સગીરોને શોધી રહી છે. આ ઉપરાંત વિડીયો શેર કરનારાઓની ડિટેલ પણ ભેગી કરી રહી છે. ડીએસપીએ જણાવ્યું કે, વિડીયો શેર કરનારાઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ અંગે પોલીસે જણાવ્યું કે, બાળકોમાંથી ગુના વિશે કોઈએ ચર્ચા ના કરી, ના તો પીડિતાએ પોતાના પરિવારને આના વિશે જણાવ્યું. દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓ સામાન્ય દિવસની માફક જ પોતાનું કામ કરતા રહ્યા. તેમની હિંમત એટલી વધી ગઈ કે તેમણે આ વિડીયો પણ શેર કરી દીધો. આ દરમિયાન 8 જૂનના છોકરીના પાડોશીએ આ વિડીયો જોયો તો તેણે છોકરીના પરિવારને જાણ કરવામાં આવી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.