વાનરની અંતિમયાત્રામાં ઉમટી સેકંડો લોકોની ભીડ, કોઈ મુંડન કરાવ્યું તો કોઈએ લોકોને જમાડ્યા

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના એક ગામમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં એક વાંદરાના અંતિમ સંસ્કાર(Monkey Funeral Feast)માં લગભગ દોઢ હજાર લોકો એકઠા થયા અને પૂરા ઉમળકાથી તેની અર્થી કાઢવામાં આવી. જો કે હવે અંતિમયાત્રામાં સામેલ લોકો સામે ખરાબ તબક્કો શરૂ થયો છે.

વાંદરાના મોતથી લોકો દુઃખી થયા હતા:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના દલપુરા ગામમાં એક વાંદરો અવારનવાર આવતો હતો. જેના કારણે ગ્રામજનો તેના પ્રેમમાં પડી ગયા હતા. રિપોર્ટ અનુસાર 29 ડિસેમ્બરના રોજ વાનરનું મૃત્યુ થયું હતું, જેના પછી ગામલોકો ખૂબ જ દુઃખી હતા. બધાએ સાથે મળીને ભગવાન હનુમાનના પ્રતીક વાંદરાને ધામધૂમથી અને આદર સાથે અંતિમ વિદાય આપવાનું નક્કી કર્યું.

અંતિમ યાત્રા ધામધૂમથી નીકળી હતી:
આ પછી દાન એકત્ર કરીને વાંદરાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ભગવાન હનુમાન સંબંધિત સ્તોત્રોનું ગાન કરવામાં આવ્યું હતું. તેને શમશાન ઘાટ પર લઈ જઈને, વાંદરાને ધાર્મિક વિધિઓ સાથે જમીનની સમાધિ આપવામાં આવી. અંતિમ સંસ્કાર પછી, ગ્રામજનોએ મૃત્યુ ભોજન સમારંભનું આયોજન કર્યું, જેના માટે ગામના આંગણામાં એક મોટો તંબુ ગોઠવવામાં આવ્યો. આ ટેન્ટમાં લગભગ 1500 લોકોએ એકસાથે બેસીને ભોજન કર્યું હતું. ભોજન સમારંભમાં સામેલ ઘણા લોકોએ વાંદરાના શોકમાં માથું મુંડન કરાવ્યું હતું.

પ્રશાસન દ્વારા નોંધવામાં આવ્યો કેસ:
જો કે, જ્યારે આ અંતિમવિધિની માહિતી બહાર આવી ત્યારે જિલ્લા વહીવટીતંત્રે અજાણ્યા ટોળા સામે કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનનો કેસ નોંધીને બે લોકોની ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહી બાદ ગ્રામજનોમાં ભય ફેલાયો છે અને તેઓ ઘર છોડીને અહીં-તહીં છુપાઈ ગયા છે.

એમપીમાં ફરી વધી રહ્યો છે કોરોના:
જણાવી દઈએ કે, ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિઅન્ટને નિયંત્રિત કરવા માટે સરકારે સમગ્ર રાજ્યમાં કલમ-144 લાગુ કરી છે. જે અંતર્ગત પરવાનગી વિના એકસાથે 5 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 2317 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 8,599 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *