મનોકામના પૂર્ણ કરનાર વાનર દેવતા: આ ગામમાં આવેલું છે વાંદરાનું મોટું મંદિર, જાણો રહસ્ય

Temple of Monkey: તેલંગાણા રાજ્યમાં આવેલા ધર્મારામ ગામમાં વાનર દેવતાની પૂજા કરવાની એક અનોખી પરંપરા છે. આ ગામ નિર્મળ જિલ્લાના લક્ષ્મણચંદા (Temple of Monkey) તાલુકામાં આવેલું છે, જેમાં ગ્રામીણ દ્વારા વાંદરાને ભગવાનના રૂપમાં પૂજવામાં આવે છે. અહીંયાના લોકોનું માનવું છે કે વાનર દેવતા તેઓની ઈચ્છા ને પૂર્ણ કરે છે અને દર વર્ષે ભક્તો આ સ્થળ પર આવીને પૂજા કરે છે.

વાનર દેવતા મંદિરનો ઇતિહાસ
વાનર દેવતા નું મંદિર ધર્મારામ ગામમાં દશકો જૂનું છે. આ ગામની સ્થાપના 1978 માં થઈ હતી. ગામજનોનું કહેવું છે કે પહેલા ગામમાં વાર્તા અને પૌરાણિક કથા સંભળાવી મનોરંજન કરતા હતા. એક દિવસ જંગલમાંથી એક વાંદરો ગામમાં આવ્યો અને તેમની વાતો ધ્યાનથી સાંભળવા લાગ્યો. ધીમે ધીમે વાંદરો ગામમાં રહેવા લાગ્યો અને પોતાની હરકતોથી ગામજનોને હેરાન કરતો હતો.

વાંદરાનું મૃત્યુ અને પૂજાની શરૂઆત
ગ્રામજનોએ વાંદરાને ગામથી બહાર ભગાડવાના પ્રયત્નો કર્યા પરંતુ ફાયદો ન મળ્યો. અંતે તમામ લોકોએ ભેગા થઈ તેને મારી નાખ્યો અને ગામની બહાર દફન કરી દીધો. જોકે થોડા સમય પછી જ્યારે ગામ લોકો આ વાંદરાની કબર પર ગયા અને ત્યાંથી તેને બહાર કાઢ્યો અને તેની પૂજા કરવાની શરૂઆત કરી દીધી. આ બધું જોઈ ગામના લોકોએ નક્કી કર્યું કે હવે આ વાંદરાને ભગવાનના રૂપમાં પૂજવામાં આવશે.

મંદિર નિર્માણ અને ભક્તોની સંખ્યામાં વધારો
ત્યારબાદ ગામના લોકોએ ફાળો ભેગો કર્યો અને ત્યાં એક મંદિર બનાવ્યું. આ મંદિરમાં વાંદરાની મૂર્તિ સાથે શિવલિંગ અને નંદીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી. જેમ જેમ ભક્તોની સંખ્યા વધતા, ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. હાલમાં આ મંદિર એક મુખ્ય ધાર્મિક સ્થળ બની ચૂક્યું છે.

દર વર્ષે થાય છે મેળો અને ઉત્સવ
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં આ મંદિરમાં મેળો થાય છે. આ મેળા દરમિયાન વાનર દેવતાનું અભિષેક કરવામાં આવે છે અને રથોત્સવનું આયોજન થાય છે. ત્યાં આસપાસના ગામ ઉપરાંત અન્ય રાજ્યોના લોકો પણ દર્શન માટે આવે છે. હવે આ એક એવું સ્થળ બની ચૂક્યું છે જ્યાં ફક્ત તહેવારો દરમિયાન નહીં, પરંતુ દરેક સમયે વાનર દેવતાની પૂજા કરવા માટે આવે છે.