રસ્તા પર રખડી રહેલા વાંદરાની તરસ છીપાવવા પોલીસકર્મીએ કર્યું એવું કામ કે…- વિડીયો જોઇને વખાણ કરતા નહી થાંકો

વાયરલ(Viral): દયાવાન બનવામાં કંઈ ખોટું નથી, માણસને પણ પ્રાણી પ્રત્યે લગાવ હોય છે અને તેની વેદના જોઈ શકતા નથી પરંતુ સમજી જરૂર શકે છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો(Viral video) ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જે જોઇને તમે વખત કરતા નહિ થાંકો. જેમાં મહારાષ્ટ્રની પોલીસ(Maharashtra Police) એક તરસા વાંદરાઓને પાણી પીવડાવતી જોવા મળે છે. મુંબઈ-અમદાવાદ રૂટ(Mumbai-Ahmedabad route) પર માલશેજ ઘાટ(Malshej Ghat) પર તૈનાત ટ્રાફિક પોલીસકર્મી(Traffic police)ઓ જંગલમાંથી આવતા વાંદરાને પાણી પીવડાવતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પોલીસ અધિકારીએ તરસ્યા વાંદરાને પાણી પીવડાવ્યું:
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક પોલીસ અધિકારી વાંદરાને પાણી આપવા માટે બોટલ પકડીને જોઈ શકાય છે. વાંદરો પણ બોટલ હાથમાં પકડીને પોતાની તરસ છીપાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોઇને લોકો બે મોઢે પોલીસના વખાણ કરી રહ્યા છે.

વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર થઈ રહ્યો છે વાયરલ:
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો પોલીસની દયા અને કરુણાથી પ્રભાવિત થયા હતા. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘આ વીડિયો હ્રદય સ્પર્શી છે.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘ભગવાન તે વ્યક્તિનું ભલું કરે જેણે પ્રાણીની મદદ કરી.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

પ્રાણી પ્રત્યેની આવી લાગણી જોઇને સૌ લોકોને આ વીડિયોના મારફતે સકારાત્મક પ્રેરણા જરૂર મળે છે. વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો આ પોલીસ કર્મીના વખાણ કરતા થાકતા નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *