કહેવાય છે કે દુનિયામાં જો કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો તે આપણી મા સિવાય બીજું કોઈ જ નથી. એક માતા તેના બાળક માટે દુનિયા સામે પણ લડી શકે છે. બાળક પણ સૌથી વધારે પ્રેમ તેની માતાને જ કરે છે. માણસમાં જ નહિ પરંતુ પશુઓ, પક્ષીઓમાં પણ માતાનો પ્રેમ જોવા મળે છે.
એક એવો જ કિસ્સો બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના સરદાર કૃષિ યુનિવર્સીટીના ગેટની નજીક બન્યો હતો. અહિયાં એક વાંદરીનું ઇલેક્ટ્રીસીટીનો કરંટ લગતા અવસાન થઇ ગયું હતું. તેની સાથે-સાથે તેના બચ્ચાને પણ કરંટ લાગ્યો હતો. તેથી તે નીચે પડી ગયું. આ જોતા જ આસપાસના કેટલાક લોકોએ આ વાંદરીના બચ્યાંને સારવાર આપી હતી. પરંતુ તેની માતાનું મૃત્યુ થયું .
વાંદરીનું મૃત્યુ થઇ જતા બચ્ચું તેની માતાના મૃતદેહને વળગી રહ્યું હતું અને વહાલ પણ કરી રહ્યું હતું. આ જોઈને ત્યાં હાજર બધા જ લોકોની આંખમાં આંસુ આવી ગયા.ત્યાં હાજર રહેલ લોકોએ વાંદરીને અંતિમ ક્રિયા કરી હતી. પરંતુ માં વગરનું બચ્ચું એક ઢીંગલાને પોતાની માતા સમજીને વળગી ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.