દેશમાં મંકીપોક્સનો વધુ એક કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ – ૭૦ થી વધુ દેશોમાં મંકીપોક્સ મચાવી ચુક્યો છે હાહાકાર

વિશ્વના 70થી વધુ દેશમાં મંકિપોક્સ(Monkeypox) વાયરસ ફેલાઈ ચુક્યો છે. આ ઉપરાંત ભારત(India)માં પણ તેનો ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી આ નવી આફત નોતરે છે.…

વિશ્વના 70થી વધુ દેશમાં મંકિપોક્સ(Monkeypox) વાયરસ ફેલાઈ ચુક્યો છે. આ ઉપરાંત ભારત(India)માં પણ તેનો ફેલાવો વધતો જાય છે. લોકોની બેદરકારી આ નવી આફત નોતરે છે. લોકોને આ રોગથી સાવધાન થઈ જવાની જરુર છે. મંકિપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ફેલાય છે એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવણી જરુર છે.

કેરળમાં મંકીપોક્સના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે કે  કન્નુરના 31 વર્ષીય વ્યક્તિનો ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેના સેમ્પલ ટેસ્ટ આજે પોઝિટીવ આવ્યો છે. આમ કુલ આ વાયરસના બે કેસ નોંધાયા છે. દર્દીની સારવાર પરિયારામ મેડિકલમાં ચાલી રહી છે. દર્દીને હાલમાં અલગ રાખીને તેની સારવાર કરાઈ રહી છે. દર્દીની તબિયત હવે સારી છે. તેના સંપર્કમાં રહેલા લોકો પર નજર રાખવામાં આવી છે. અને તકેદારીના પગલાં લેવાઈ રહ્યાં છે.

જ્યારે પ્રથમ સંક્રમિત યુનાઇટેડ આરબ અમીરાતથી આવ્યો હતો, જ્યારે બીજા કેસનો પ્રવાસ ઇતિહાસ હજુ સ્પષ્ટ થયો નથી. તાજેતરમાં, આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એરપોર્ટ, રેલ્વે સ્ટેશન સહિતના એન્ટ્રી પોઈન્ટ પર તપાસનો વ્યાપ વધારવા માટે સૂચના આપી છે.

યાત્રા કરતા લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખે
– વિદેશથી પરત આવતા પ્રવાસીઓએ બીમાર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું પડશે.
– તેઓએ જીવતા કે મૃત જંગલી પ્રાણીઓ અને ઉંદરો, ખિસકોલીઓ, વાંદરાઓના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
– પ્રવાસીઓને જંગલી પ્રાણીઓનું માંસ ન ખાવા અને આફ્રિકાના પ્રાણીઓમાંથી બનાવેલી ક્રીમ, લોશન અને પાવડરનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે.
– બીમાર લોકો અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવેલા પથારી અને કપડાંથી દૂર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *