આ વર્ષે ભારતમાં ચોમાસું વહેલું શરુ થવાની આગાહી, જાણો તારીખ અને હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ

Monsoon Prediction News: ભારતીય હવામાન વિભાગ (IMD) એ દાવો કર્યો છે કે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ (Monsoon Prediction News) પડશે. વિભાગના જણાવ્યા અનુસાર, આ વખતે સામાન્ય કરતાં 105% વરસાદની શક્યતા છે, જે ખેડૂતો અને ખેતી માટે સારો સંકેત છે. IMD મુજબ, 2025 માં 105 ટકા એટલે કે 87 સેમી વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુ 4 મહિના સુધી ચાલે છે, જેના માટે લાંબા ગાળાની સરેરાશ (LPA) 868.6 મીમી એટલે કે 86.86 સેમી છે. આનો અર્થ એ થયો કે સમગ્ર મોસમ દરમિયાન કુલ આટલો વરસાદ પડશે.સામાન્ય રીતે એ 1 જૂનના રોજ આવે છે. 8 જુલાઈ સુધીમાં એ આખા દેશને આવરી લેશે.

2024માં, IMD એ 106 ટકા વરસાદની આગાહી કરી હતી
જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જે રાજ્યોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમાં જમ્મુ અને કાશ્મીર, બિહાર, તમિલનાડુ, લદ્દાખ અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસુ સામાન્ય રીતે 15-25 જૂનની વચ્ચે આવે છે. 4 મહિનાની ઋતુ પછી, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું રાજસ્થાન થઈને પાછું ફરે છે.

ગરમીનો પ્રકોપ 2 મહિના સુધી રહેશે
વિભાગના જણાવ્યા અનુસાર, મે અને જૂનમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. અલ નીનોની કોઈ શક્યતા નથી. હાલમાં ગરમી અને લૂ ફેંકાઇ રહી છે, જેના કારણે વીજળી અને પાણીની માંગમાં વધારો થશે. ભારતમાં ૫૨ ટકા કૃષિ ક્ષેત્ર ચોમાસા પર આધારિત છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. અલ નીનોને કારણે દરિયાનું તાપમાન 3-4 ડિગ્રી વધે છે. આના કારણે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. અલ નીનોની અસરને કારણે ભારતમાં ચોમાસુ નબળું રહે છે.

70% વરસાદ ચોમાસા દરમિયાન થાય છે
ભારતમાં 70 ટકા વરસાદ ચોમાસા દરમિયાન થાય છે. દેશના 70-80 ટકા ખેડૂતો વરસાદ માટે ચોમાસા પર આધાર રાખે છે. વધુ કે ઓછો વરસાદ ઉપજને અસર કરે છે. કૃષિ ક્ષેત્ર અર્થતંત્રમાં 20 ટકા ફાળો આપે છે. અડધી વસ્તી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. સારો વરસાદ એટલે સારી આવક. ૨૦૨૦ થી ૨૦૨૪ ની વાત કરીએ તો, સ્કાયમેટની આગાહી ફરી એકવાર સાચી સાબિત થઈ છે.

2024માં, IMD એ 106 ટકા વરસાદની આગાહી કરી હતી અને સ્કાયમેટે ૧૦૨ ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ 108 ટકા રહ્યો હતો. સ્કાયમેટે 2023માં 94 ટકા વરસાદની આગાહી કરી હતી અને વરસાદ પણ એટલો જ હતો. IMD એ 96 ટકા વરસાદની આગાહી કરી હતી. 2021માં, IMD એ 98 ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ 99 ટકા રહ્યો.